________________
ઓકાસણું એકલઠાણ, આંબિલ ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ, દશમ આદિનું હજાર વર્ષથી કોડાકોડિ વર્ષનું પાતક દૂર થાય () બ્રહ્મચારી નવવાડથી બ્રહ્મચર્ય પાળવાથી આઠે કર્મનો નાશ થઈ છે. સમકિત દઢ કરે પાંચ દૂષણ પરિહરે, પાંચ ભૂષણ આદરે, પાંચ લક્ષણ ધારણ કરે, સમકિતના લિંગને ઓળખે તો આઠ કર્મરહિત થઈ શકાય (૫) આવશ્યકકારી – ઉભયકાળે પ્રતિકમણ કરે (૬) પાદવિહારી – અડવાણાં ચંપલ વગર) પગે ચાલી ને શ્રીશેત્રુજ્યની યાત્રા કરે એમ છે-'રીનું પાલન કરી ને છતે પગે પદયાત્રા કરે, સંઘ કઢાવે, ખૂબ આડંબરથી યાત્રા કરે, સ્વામીવાત્સલ્ય આદિ વિક્રમ રાજાની જેમ કરે તે મહાફળ પ્રાપ્ત કરે. પછી જે મહાનુભાવોએ આવી જાત્રા કઢાવી તેના નામ છે. વિવિધ ગ્રંથોની શાખ છે ત્યારબાદ કેટલીક સુભાષિતો દ્વારા બોધ આપ્યો છે. ચાર પ્રકારના મનુષ્યની પ્રરૂપણ કરી છે. પછી રાસ ક્યારે ક્યાં રચાયો તેમ જ તેમના પરિવાર, ગુરુ અને પિતાશ્રીનો પરિચય છે. અંતે પૂજાવિધિ રાસનું ફળ બતાવીને રાસને વિરામ આપ્યો છે.
સમગ્રતઃ આ રાસમાં પૂજાની વિધિ વિવિધ દષ્ટાંતો સહ બતાવી છે. મૂર્તિ, જિનમંદિર કેવા હોવા જોઈએ, પૂજાની સામગ્રી કેવી જોઈએ, છરી વિવિધ ગ્રંથોનો આધાર, વિવિધ તીર્થોનો ઉલ્લેખ, વિવિધ આચાર્યો શ્રાવકો સંઘ કઢાવનારાઓનો ઉલ્લેખ આપીને પોતાનો પરિચય અને રચનાકાળ સ્થળ વગેરે બતાવ્યું છે.
પૂજાવિધિ રાસનું મૂલ્યાંકન કરતા ખ્યાલ આવે છે કે આ એક તાત્વિક રાસ છે જેમાં કોઈ કથા કે પાત્ર ન હોય તે સ્વાભાવિક છે છતાં એમાં (૧) મંગલાચરણ-સરસ્વતીદેવીની સ્તુતિથી થયું છે (૨) નામ-જિનપૂજાવિધિ ગાસ્ય રાસથી નામનો ઉલ્લેખ થયો છે (૩) નગર સ્થાનોનો ઉલ્લેખ આ કથાત્મક રાસ ન હોવાથી નગરનો ઉલ્લેખ
નથી. (૪) કથા સ્વરૂપ નથી. (૫) અવાંતર કથાઓ નથી પણ દષ્ટાંતકથાઓ છે જેથી રસ જળવાય છે (૬) વર્ણનો-પૂજાવિધિને અનુરૂપ પૂજા-દેરાસર-ફળ-સામગ્રી-પ્રતિમા–વસ્ત્ર
આશાતના, દ્રવ્યસ્તવ, ભાવસ્તવ, આદિના વર્ણનો છે. (૭) સુભાષિતો-ડહાપણ ભરેલા. પ્રૌઢ, અર્થપૂર્ણ છતાં ઓછામાં ઓછા
શબ્દોમાં વ્યક્ત થયેલા આકર્ષક અને અપૂર્વ એવા સુંદર વિચારો
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ * 473