________________
રચનાકારની પોતાની અલગ દૃષ્ટિ છે. ઉપદેશ રસાયન રાસ’ની રચના શ્રી પાર્શ્વનાથ સ્વામી તેમ જ શાસનાધીશ્વર શ્રી મહાવીર સ્વામીની વંદના સંબંધી મંગલ શ્લોકથી પ્રારંભ કરતાં કહે છે કે હે સંસારિક જીવ! તીર્થંકરોને
નિર્મળ મનથી નમસ્કાર કરો અને પાપથી મુક્ત થઈ જાઓ. ઘર વ્યાપારમાં લિપ્ત થઈને જીવનની અમૂલ્ય ક્ષણને નષ્ટ ન કરો. આ અમૂલ્ય જન્મ દ્વારા પોતાના આત્માના સાંસારિક રાગદ્વેષમાં લિપ્ત થયા વગર તેને મુક્ત થવાનો ઉપાય કરો.૧૧
--
पणमत पार्श्व- वीरजिनौ भावेन यूयं सर्वे जीवा मुच्यध्वं पापेन । गृहव्यवहारे मा लग्नास्तिष्ठथ क्षणे क्षणे आयुर्गलत् प्रेक्षध्वम् ॥१॥ लब्धं मानुषजन्म मा हारयत आत्मानं भवसमुद्रगतं तारयत । आत्मानं माऽर्पयत राग- रोषयोः कुरुत निधानं मां सर्वदोषाणम् ॥२॥
પ્રસ્તુત શ્લોકમાં મંગલાચરણની સાથે ઉપદેશને પણ પોતાનામાં સમેટી લે છે. આચાર્ય સ્વયં ભગવંત વંદનની સાથે-સાથે બધા જીવોને વંદના માટે પ્રેરિત કરતાં કહે છે કે માનવજીવનને પ્રાપ્ત કરવા માટે કેટલાય પણ કષ્ટ સહન કરવાં પડ્યાં હશે. આ બધાનું પરિણામ સ્વરૂપ છે ભવ્ય જીવો આને પ્રાપ્ત કરીને આળસ, પ્રમાદ તેમ જ કદાચારમાં લીન રહેવું જોઈએ નહીં. કાંઈ એવું કામ કરો જેનાથી આ જીવ સાંસારિક દુઃખોથી મુક્તિ પામીને અમરત્વ પ્રાપ્ત કરી શકે. ઘર, વ્યાપાર, પરિવાર તેમ જ દોલત ખજાનો બધું જ અહીંયાં રહી જવાનું છે. કોઈ સાથ આપશે નહીં. યમરાજાના આગમન ૫૨ જો કોઈ સાથી બનવા તૈયાર થશે તો તે છે ભગવંતોના વંદન, શુભ આચરણ અને સારાં કર્મો આથી પોતાના આત્માને સાંસારિક રાગદ્વેષની પરિધિથી ઉપર ઉઠાવો. આની સંકીર્ણતાને દૂર કરો, એને દુઃખી ન થવા દો, ખુશ રહો અને ખુશીઓ વહેંચો. આ જ જીવનની સાર્થકતા છે. પરંતુ
19. Three Aprabhramsa Works of jinadattasuri With commentaries
Idited With Introduction Notes and Appenices etc By Lalchandra Bhagawandas Gandhi Pub Oriental Institute Baroda ૧૯૨૭, p.૨૯ पणमह पास - वीरजिण भाविण तुम्हि सव्वि जिव मुच्चहुं पाविण । घरववहारि म लग्गा अच्छह खणि खणि आउ गलंतउ पिच्छह ||१||
लद्धउ माणुसजम्मु म हारहु अप्पा भव- समुद्दि गउ तारहु । अप्पु म अप्पहु यह रासह करहु निहाणु म सव्वह दो ||२|| 480 * જૈન રાસ વિમર્શ