________________
हास्य-क्रीडा-हुड्डा अपि वज्यर्यन्ते सह पुरषैरपि केलिन क्रियते । रात्रौ युवतिप्रवेशं निवारयन्ति सन्पनं नन्दि नं प्रतिष्ठा कारयन्ति ॥ माघमाला-जलक्रीडाऽऽन्दोलनं तदप्ययुक्तं न कुर्वन्ति गुणालयाः । बलिमस्तमिते दिनकरे न धारयन्ति गृहकार्याणि पुनर्जिनगृहे न कुर्वन्ति ।।"
ઉપરોક્ત ગાથાઓના આધાર પર અશાસ્ત્રીય તથા ઉન્માર્ગમાં લઈ જવાવાળી સમસ્ત ક્રિયાઓ જેવી કે માઘમાલા, ભાલારોપણ), જળક્રીડા, દેવતાઓને હિંડોળવા, હસી-મજાક કરવી. રાત્રિમાં નૈવેદ્ય ચઢાવવા આદિ પ્રવૃત્તિઓ વર્જિત હોવી જોઈએ. ભલે તે બાહ્યરૂપથી ભક્તિનું સાધન પ્રતીત થતું હોય, આ બધી ક્રિયાઓ શૃંગારિક તેમ જ પતિત કરવાવાળી છે.
આ બધા અશાસ્ત્રીય કૃત્યોનું પૂર્ણતયા નિષેધ હોવો જોઈએ. આ બધી અશાસ્ત્રીય આશાતનાઓને જોઈને આચાર્યો આના વિરોધમાં જોરદાર આંદોલન આરંભ કર્યું. તથા જે શાસ્ત્રસમ્મત તેમ જ જિનમંદિરો માટે યોગ્ય નિયમ છે. તેમનું વિધાન કર્યું છે. તેમણે જિનમંદિરો તેમ જ શ્રાવકશ્રાવિકાઓની પ્રતિષ્ઠા વધે એવા વિધાનોને રજૂ કર્યા.
ઉપરોક્ત વિવરણના આધાર પર કહી શકાય કે તે સમયે ચૈત્યવાસમાં પ્રસરિત બધી કુરીતિઓ તેમ જ દુર્ગુણોનો આચાર્યો જોરદાર વિરોધ કર્યો. જિનાલયોની પ્રતિષ્ઠા હેતુ શક્ય પ્રયાસ માટે આચાર્ય હંમેશાં તત્પર રહેતા હતા. વસ્તુતઃ આચાર્યનું આ પ્રતિપાદન શાસ્ત્રીય દૃષ્ટિથી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. વિશિષ્ટાચાર્યનું સ્વરૂપ
યુગપ્રધાન જે આચાર્યપદના યોગ્ય છે, જે વિધિ ચૈત્યોમાં વ્યાખ્યાન આપે છે, નન્દી સ્થાપના તેમ જ મૂર્તિપ્રતિષ્ઠાના અધિકારી હોય છે. એક સમયમાં એક જ યુગપ્રધાનને માને છે, જે જિનશાસનના યોગ્ય સુસમ્પન કાર્યોનું વિધાન કરાવે છે.
જે યુગપ્રધાન છદ્મસ્થ હોવા છતાં પણ ત્રણે કાળની વાતોને જાણે છે.
૧૭. Ibid. p. ૪૮
हास खिड्ड हुड्डु वज्जिज्जहिं सहु पुरिसेहि वि केलि न किज्जहिं । रत्तिहिं जुवइपवेसु निवारहिं न्हवणु नंदि न पइट्ठ करावहिं ।। ३८ ॥ माहमाल-जलकीलंदोयल ति वि अजुत्त न करंति गुणालय ।
बलि अत्थमियइ दिणयरि न धरहि षरकज्जइं पुण जिणहरि ज करहिं ॥३९॥ 486 * જૈન રાસ વિમર્શ