________________
જેમનું મન કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ)થી રહિત હોય છે, તેની દેવતા પણ સ્તુતિ કરે છે. તત્ત્વાર્થમાં જેનું મન હંમેશાં પ્રવિષ્ટ રહે છે, સંકટના સમયમાં દેવતા રક્ષા કરે છે. રાત-દિવસ યુગપ્રધાન ગુરુના ચિત્તમાં એ જ ચિંતા રહે છે કે ક્યાંક પણ કોઈ પ્રકારથી જિનશાસનની નિંદા ન થાય.
યુગપ્રધાનની સ્તુતિ કરવાવાળા ખૂબ જ ઓછા લોકો હોય છે. યુપ્રધાન હંમેશાં શુભ કાર્યોમાં પ્રવૃત્ત હોય છે, ક્ષમાશીલ હોય છે. યુગપ્રધાન પોતાની નિંદા તેમ જ પ્રશંસા સાંભળીને પણ સમપરિણામી હોય છે, પ્રાણીમાત્ર માટે હરપળ કલ્યાણની કામના કરતા રહે છે. तस्य निशि दिवसे चिन्तेत वर्तते मपि स्थाने जिनप्रवचनं भ्रश्यति । भूरयो भ्रमन्तो दश्यन्ते मुण्डिता ये तं प्रशंसन्ति ते परंस्तोका : प्रेक्ष-ते तस्य पदे पदे पानीय च्छिद्रम् )तस्यासद् दुःखं ढौकयन्त्यानीय । धर्मप्रसादेन सं पर छुट्यते सर्वत्रापि शुभकार्ये प्रवर्तते ॥
ઉપરોક્ત વિવરણના આધારે કહી શકાય કે યુગપ્રધાન ગુરુ તે જ હોઈ શકે જે પૂર્વ વણિત બધા ગુણોનો સાગર હોય. એવા યુગપ્રધાન ગુરુની બધા પ્રશંસા કરે છે. આચાર્યની ભવિષ્યવાણી :
ભગવાન મહાવીર સ્વામીનો શાસનકાળ એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. અવિચ્છિન્ન રૂપથી ધર્મનો પ્રવાહ પણ ચાલતો રહેશે. દિન-પ્રતિદિન નવા તેમ જ યોગ્ય આયામોમાં પ્રચારિત તેમ જ પ્રસારિત થતો રહેશે. આ શાસનકાળના અન્તમાં આચાર્ય “શ્રી દુuસહસૂરિ તેમ જ સત્યશ્રી નામક સાધ્વી થશે. દેશવ્રતને ધારણ કરવાવાળા નાગિલ નામક એક શ્રાવક થશે અને ફલ્યુથી નામક એક શ્રાવિકા થશે. આ પ્રમાણે ઉપરોક્ત વિવરણથી સ્પષ્ટ થાય છે કે ભગવાનની વાણી એટલી ઓજસ્વી તેમ જ પ્રભાવશીલ હતી કે ચતુર્વિધ સંઘ પણ તેમનું સન્માન કરે છે.
9C Three Aprabhramsa works of jinadttasuri with commentaries,
Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute, Baroda, ૧૯૨૭, PP.૫૧-પર
આચાર્યશ્રી જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ + 487