________________
धम्मिय नाडय पर नच्चिज्जहिं भरहसगर निक्खमण कहिज्जहिं ।
चक्कवट्टि-बल रायहं नच्चिवि अंति हुंति पव्वइयइं ॥ ३७॥
અહીંયાં નાટકો ભજવવા માટે શિક્ષાપરક નાટકોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેનાથી દષ્ટાન્ત સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. આથી અહીંયાં દગંત અલંકાર છે. ઉપસંહાર:
આચાર્ય જિનદત્તસૂરિજી તત્કાલીન ઘણી ભાષાઓથી પરિચિત હતા એટલું નહીં પરંતુ સમ્યક જ્ઞાનયુક્ત હતા અથવા એવું પણ કહી શકાય કે તેઓ તત્કાલીન ભાષાવિદ્ પણ હતા. પ્રશ્ન એમ થાય છે કે સંસ્કૃત તેમ જ અન્ય ભાષાઓના પૂર્ણ જ્ઞાતા હોવા છતાં પણ તેમણે પોતાની રચનાઓ માટે પ્રાકૃત તેમ જ અપભ્રંશને શા માટે પસંદ કરી? તેનો ઉત્તર એકદમ સીધો અને સરળ છે - તત્કાલીન પ્રજાની ભાષાઓમાં જો કોઈ ઉપદેશ આપવામાં આવે તો જ તે લોકભોગ્ય બની શકે. ત્યાં તો વિદ્વત્તા બતાવવાની કોઈ આવશ્યકતા નથી. તે સમયની સીધી તેમ જ સરળ ભાષા અર્થાત્ પ્રાકૃત તેમ જ અપભ્રંશ ભાષાઓના સહારે જ લોકોને યોગ્ય માર્ગ પ્રદર્શનની આવશ્યકતા હતી. કારણ કે સર્વોપરિ ભાષા તે છે જે લોકોગ્ય છે. આ પ્રમાણે તત્કાલીન પરિસ્થિતિ જોતાં તેમણે પોતાની કૃતિઓ માટે પ્રાકૃત તેમ જ અપભ્રંશ ભાષાઓને સર્વશ્રેષ્ઠ માની.
ઉપદેશરસાયનરાસની અપભ્રંશ ભાષામાં રચના કરીને તેમણે પ્રજા તેમ જ જૈન ધર્મને જે ઉત્તમ યોગદાન આપ્યું છે તેના માટે સમાજ હંમેશાં ઋણી રહેશે. કારણ કે તે લોકભોગ્ય હોવાથી સામાન્ય જનસમુદાય પણ તેમના પ્રદર્શિત તેમ જ ઉપદેશો પર ચાલીને એક ઉન્નત અને સુદઢ ધર્મયુક્ત સમાજની રચના કરી શકે છે. | ઉપદેશરસાયનરાસના માધ્યમથી કુપથગામી અને સુપથગામી
વ્યક્તિઓની દુર્દશાનું વિવરણ, ધાર્મિક નાટકોનો અભિનય, યુગપ્રધાન ગુરુના લક્ષણ, સંઘના લક્ષણ, સમાન ધર્મ વાળા સાથે જ વૈવાહિક સંબંધ સ્થાપિત કરવો વગેરે વાતોનું સ્પષ્ટીકરણ સુચારુ રૂપથી કરવામાં આવ્યું છે. પાપાચરણયુક્ત વ્યક્તિઓની દુર્દશાનું પણ વર્ણન ખૂબ જ સારી રીતે
494 * જૈન રાસ વિમર્શ