________________
ફલશ્રુતિ:
આચાર્ચ જિનદત્તસૂરિ દ્વારા રચિત ઉપદેશ રસાયન રાસ સંજીવની ઔષધી સમાન છે. માધુર્યમિશ્રિત ઉપદેશને જે કોઈ રૂપી અંજલિથી પાન કરશે તો તે આ લોક અને પરલોકમાં પણ અમર થઈ જશે. ભાષા :
| ઉપદેશરસાયનરાસમાં આચાર્ય શ્રી જિનદત્તસૂરિએ તત્કાલીન પ્રચલિત લોકભોગ્ય અપભ્રંશ ભાષાનો પ્રયોગ કર્યો છે. કારણ કે ઉપદેશ ત્યારે જ સાચા અર્થમાં ઉપદેશ હોય છે, જ્યારે લોકો તેને સમજે. આ દષ્ટિને ધ્યાનમાં રાખીને સરળ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તત્કાલીન જન ભાષાના પ્રભાવના કારણે તત્સમ તેમ જ દેય શબ્દોનો પ્રયોગ બહુલતયા કરવામાં આવ્યો છે. ભાષામાં હકાર, ણકાર તેમ જ હૃસ્વ વર્ગોનો પ્રયોગ પણ વિપુલ માત્રામાં મળે છે. છંદ:
આ રાસમાં પ્રારંભથી અન્ન સુધી પદ્ધડિયા પંઝટિકા) છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ છંદમાં ૪+૪+૪+૪+૧૬ માત્રાઓ હોય છે. રસ :
રસની દષ્ટિથી વિચાર કરતાં કહી શકાય કે જૈન રાસસાહિત્યમાં પ્રાયઃ બધા રસોનો પ્રયોગ પ્રાપ્ત થાય છે. પરંતુ આચાર્યે શાંતરસને રસરાજ પદ પર સ્થાપિત કર્યો છે. માનવ અનેક પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ભૌતિક ઉપલબ્ધિઓને પ્રાપ્ત કર્યા પછી પણ તે ઇચ્છે છે શાંતિ. કામ, ક્રોધ, ભય મોહાદિ સંકીર્ણ માર્ગથી પસાર થતાં તેનું લક્ષ્ય વિસ્તૃત રાજમાર્ગ શાંત જ હોય છે. આચાર્યશ્રી શાંતિના પથદર્શક રહ્યા છે. તેમની રચનાઓમાં રસોનું સંમિક્ષણ શાંતિમાં તિરોહિત થઈ જાય છે. જીવનમાં શમનું મહત્ત્વ તેમણે જાણ્યું છે, આચરણમાં અપનાવ્યું છે અને ધર્મનું આલંબનમાં નિરૂપિત પણ કર્યું છે. સમસ્ત રાસ સાહિત્યની મુખ્ય સંવેદના જ ભૌતિક
જીવન પર આધ્યાત્મિક જીવનનો વિજય છે. ઉપદેશરસાયનરાસમાં પણ શાંત રસ જોવા મળે છે.
492 * જૈન રાસ વિમર્શ