________________
પરિવાર સાથે વૈવાહિક સંબંધ કરી શકાય છે. પુત્ર-પુત્રીઓનાં લગ્ન પણ સારી રીતે તેમ જ પોતાના જ ધર્મવાળા સાથે કરવું જોઈએ ધર્મનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. વિષમ ધર્મવાળાના ઘરે સંબંધ કરવાની સાચે સમ્યકત્વની હાની થાય છે. અર્થાત્ સમ્યકત્વમાં વિન-અવરોધો ઉપસ્થિત થાય છે. આચાર્ય દ્વારા ધન તેમ જ સમૃદ્ધિનું પ્રતિપાદનઃ
સદ્દગૃહસ્થો માટે ધન એક મૂળભૂત આવશ્યકતા છે. ધનથી અર્થાત્ સ્વલ્પ ધનથી પણ સંસારના સાવદ્ય કાર્યો પૂર્ણ કરી લેવા સૌથી મોટી બુદ્ધિમાની છે. વિધિપૂર્વક તેમ જ ધાર્મિક ધનથી જ પરિવારસંચાલનનો આગ્રહ રાખવો જોઈએ. આર્થિક સમૃદ્ધિ થવા છતાં પણ ધનનો સદુપયોગ ન કરવો જોઈએ. તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં.
ગૃહસ્થ સાધર્મિક ભક્તિની સાથે-સાથે સાધુ-સાધ્વી ભગવંતોના આહારપાણીની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાધર્મિક ભક્તિ, તીર્થકર, ગુરુજનો પ્રતિ શ્રદ્ધા રાખે છે, તે જ સાચો શ્રાવક કહેવાય છે. આચાર્ય અભયદેવસૂરિએ પોતાના ગ્રન્થ સાધર્મી વાત્સલ્ય કુલકમાં કહ્યું છે કે – નવકાર મંત્રનું સ્મરણ કરવાવાળા બધા જૈન ધર્મી છે તેમની સાથે સગા ભાઈથી પણ અધિક વાત્સલ્ય રાખીને ધર્મપથ પર આગળ વધવું જોઈએ.
સદ્દગૃહસ્થોની સ્ત્રીઓ માટે ગૃહસ્થ ધર્મ સંબંધી ચર્ચાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે. રજસ્વલા સ્ત્રીએ ત્રણ-ચાર દિવસ સુધી ઘરમાં સ્પર્શનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. જે આ નિયમનું પાલન નથી કરતા તેમનું ઘર અપવિત્ર થઈ જાય છે અને દેવોથી હીન થઈ જાય છે. ધર્મ અને ધનની હાનિ થાય છે. ઘરની સુરક્ષા હીન થઈ જાય છે, તે ઘરમાં પ્રેતોનો નિવાસ થવા લાગે છે અતઃ રજસ્વલા સ્ત્રીઓએ ધાર્મિક કાર્ય, પ્રતિક્રમણ, ગુરુવંદન, દેવદર્શન, નવકારસ્મરણ આદિ ધાર્મિક ક્રિયાઓ તેમ જ સૂત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. જો ઉપરોક્ત ક્રિયાઓ રજસ્વલા સ્ત્રી દ્વારા સંપન્ન થાય તો સમ્યકત્વની હાનિ થાય છે. પ્રાયઃ એવું જોવામાં આવે છે કે આજે પણ જે ધાર્મિક લોકો છે તેમનાં ઘરોમાં રજસ્વલા સ્ત્રીઓ પૂર્ણ રૂપથી ગૃહકાર્યોથી મુક્ત થઈને ૩-૪ દિવસ અલગ જ રહે છે. શ્રાવકના જીવનને સુખમય બનાવવા તેમ જ ઘરને સ્વર્ગમય બનાવવા માટે આચાર્ય દ્વારા બતાવેલા
૨૨. કુનશીન સાધતો વિવાદોડ પૌત્રને | યોગશાસ્ત્ર -૨/૪ઉં 490 * જૈન રાસ વિમર્શ