________________
સગૃહસ્થો માટે પાલની તેમ જ હિતકારી શિક્ષા :
સમ્યકત્વધારી શ્રાવકને સાધર્મિક ભાઈના સાથે ભાઈચારા તેમ જ પ્રેમપૂર્વ વ્યવહારને પોતાનું જાણવું જોઈએ. આવશ્યકતાનુસાર કોઈને પણ દ્રવ્યની જરૂરિયાત હોય તો તેને આપવું જોઈએ. જો તે ધન પાછું ન આપી શકે તો અંદરોઅંદર લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં. લડાઈ-ઝઘડો તેમ જ કલહના વાતાવરણથી ધર્મની નિંદા થાય છે. શ્રાવકે પોતાના દ્રવ્યનો સદુપયોગ સાત ક્ષેત્ર (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનમંદિર, જિનમૂર્તિ અને જ્ઞાન)માં કરવો જોઈએ. જિનશાસનનું ક્ષેત્ર વિસ્તૃત છે. આમાં શ્રાવકના માટે સાત ક્ષેત્ર દર્શાવવામાં આવ્યાં છે. મુક્તિ હેતુ પ્રત્યેક શ્રાવકે કહેલા તે ક્ષેત્રોમાં ચંચલ લક્ષ્મીનો સદ્વ્યય કરીને પરલોક માટે પુણ્યરૂપી પાક ઉત્પન્ન કરે.૧૯
આ લોકમાં પ્રાપ્ત બીજ વાવવાનો સમય વ્યતીત થાય છે તો પરભવમાં શું સુખ શાંતિ પ્રાપ્ત થશે? અવસર પ્રાપ્ત થયો છે, જેમાં એકનું અનેક થવાવાળું છે. જિનવચનોમાં વિશ્વસ્ત થઈને સાત ક્ષેત્રમાં ધન લગાવવું જોઈએ. આ જ ધન લગાવવાની શક્તિ ન હોય તો અર્થાત્ ધનાભાવ હોય તો ધર્મ કરી શકાતો નથી એવી વાત નથી. ધર્મ કરી શકાય છે, પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન થાય છે કે કેવી રીતે? – અનુમોદન રૂપી જળનું સિંચન કરીને.
ઉપર્યુક્ત વિવરણથી સ્પષ્ટ થાય છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રતિ તેમ જ દાનાદિ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે તે માટે આચાર્યે આ પ્રકારના નિયમોનું પણ સર્જન કર્યું છે, જાગરૂક કર્યા છે. સાધર્મિક ધનથી પણ સેવા કરીને જિનશાસનના પ્રચાર-પ્રસાર સંબંધી સહયોગ આપે એ જ આચાર્યશ્રીનો ઉદ્દેશ
હતો ૨૦
આચાર્યશ્રી લોકવ્યહારનું સ્પષ્ટીકરણ કરતાં જે વાત કહે છે તે જોતાં તેમણે તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું પણ ગહન ચિંતન કર્યું છે. 96 Three Aprabhramsa works of jinadttasuri with commentaries,
Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute,
Baroda, 9620, PP.43-45 Verses 49-49 २० सप्त क्षेत्रि रासु, रचयिता अज्ञात कवि, संपादकः बुद्धिसागर, वि. सं. १३२७ सप्तक्षेत्रे जिनसासिण सघली कहीजई । अथिरू रिद्धि धनु द्रव्युब्बीजउ तहि पिवानो जह ॥
थेहि क्षेत्रि वावेत्रणा यानि कि लाभइ देवलोको ॥१९॥ 488 * જૈન રાસ વિમર્શ