________________
એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ કર્મમાં ક્યાંય ધર્મની જગ્યાએ અધર્મ ન થઈ જાય.
અનાદિકાળથી સંસારરૂપી સાગરને પાર કરવા માટે કોઈ સારા અર્થાત્ સદગુરની આવશ્યકતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સદ્દગુરુના મહિમાનું વર્ણન સર્વત્ર પ્રાપ્ત થાય છે. આ ભવથી જો છુટકારો અપાવવામાં કોઈ સમર્થ છે તો તે સદ્દગુરુના મહિમાનું વર્ણન કરતાં તેમ જ તેના સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહે છે કે –
सुगुरुः स उच्यते सत्यं भाषते परपरिवादिनिकरो यस्माद् नश्यति । सर्वजीवानात्मानमिव रक्षति मोक्षमार्ग पृष्टो य आख्याति ॥४॥ गुरु-प्रवहणं निष्पुण्यैन लभ्यते तस्मिन् प्रवाहे पतितो जन उह्यते । सा संसार-समुद्रे प्रविष्टा यत्र सौख्यानां वार्ताडपि प्रणष्टा ॥८॥१२
જે સત્યભાષી હોય, પરનિંદક જેનાથી દૂર ભાગે છે, પોતાના સમાન જ બધાને સમજે છે. અને બધાને મોક્ષ માર્ગ પ્રદર્શિત કરતા હોય તે સદ્ગુરુ કહેવાય છે.
સદ્ગર જહાજ સમાન હોય છે. આથી પુણ્યહીન વ્યક્તિ સદ્ગુરુને પ્રાપ્ત કરી શકતો નથી. પુણ્યહીન વ્યક્તિ ચાર ગતિ ચૌરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરતા રહે છે. તે સુખહીન થઈ જાય છે.
પ્રસ્તુત શ્લોકમાં સદ્ગુરુની મહિમા તેમ જ તેમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. સદૂગુરુ હંમેશાં સત્યવાદી હોય છે. તેમ જ સત્ય બોલવા માટે, સત્યાચરણ કરવા માટે પ્રેરિત કરે છે. બીજાની નિંદાને પાપ બતાવવામાં આવી છે. આથી પરનિંદક પાપી હોય છે, તે હંમેશાં સદ્ગુરુઓથી ભયભીત થયા કરે છે. કારણ કે નિંદકનું સ્વરૂપ અપકાર સમાન છે, અને સદ્દગુરુ 92. Three Aprabhramsa Works of jinadattasuri With commentaries
Idited With Introduction Notes and Appenices etc By Lalchandra Bhagawandas Gandhi Pub Oriental Institute Baroda 9629, pp. ૩૧-૩૩ सुगुरु सु वुच्चउ भासई परपरिवायि-नियर जसु नासई । सव्वि जीव जीव अप्पउ रक्खई मुक्ख-मग्गु पुच्छियउ जु अक्खई ॥४॥ गुरु-पवहणु निप्पुत्रि न लब्भई तिणि पवाहि जणु पडियउ वुब्भई । सा संसार- समुद्दि पइट्ठी जहि सुक्खह वता पणट्ठी ।।८।।
આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ * 481