________________
ધર્મને ધારણ કરી શકતા નથી. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી.
કાયર (અસ્થિર વૃત્તિવાળા) પુરુષોને કિક્કાણ દેશના ચપળ ઘોડા સમાન બતાવ્યા છે. જેમ કે કિક્કાણ દેશના ઘોડા ચંચળ હોય છે. વાયુવેગથી કૂદતા માર્ગને છોડીને કુમાર્ગ પર ચાલ્યો જાય છે. અર્થાતુ પથભ્રષ્ટ થઈ જાય છે તેવી જ રીતે કાયર પુરુષોને પરમ સમાધિ સાથે સંગમ થતો નથી. એવા પુરુષો ઉત્તમ કુળમાં જન્મ લીધા પછી પણ વિધિ માર્ગનું આચરણ કરતા નથી. જો ગીતાર્થ ગુરુ તેમને સમજાવે છે તો તેમને મારવા દોડે છે. એવી પરિસ્થિતિમાં ગીતાર્થ પુરુષે કાયર પુરુષનો ત્યાગ કરી દેવો જોઈએ.
જે ધાર્મિક પુરુષ છે, જે શાસ્ત્રાનુસાર આચરણ કરે છે, ગીતાર્થ છે, ધર્મપરાયણ છે, વિધિમાર્ગનું પાલન કરે છે, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરે છે. એવા ઉપરોક્ત ગુણોથી યુક્ત સુસંસ્કારવાન સજ્જન પુરુષનું મનોવાંછિત ધાર્મિક કાર્ય શાસનદેવ પૂર્ણ કરે છે. તે પંચભૂતિક શરીરનો ત્યાગ કરીને પરમપદને પ્રાપ્ત કરે છે.
ઉપરોક્ત વર્ણનના આધાર પર ધાર્મિક અને ગીતાર્થ પુરુષોના શીલ સ્વભાવ તેમ જ સદ્ગણોનું સ્પષ્ટીકરણ વધુ સારી રીતે કરી શકાય તેમ છે. આ બધું વર્ણન ગાથા ૬થી ૨૬માં કરવામાં આવ્યું છે.૩
આચાર્ય શ્રી જિનચૈત્યમાં પ્રચલિત આશાતનાઓ પર પ્રકાશ પાડતાં કહે છે કે તેમના સમયમાં ચૈત્યવાસમાં વિભિન્ન પ્રકારની બુરાઈઓ ફેલાઈ ગઈ હતી, આશાતનાઓ ઘર કરી ચૂકી હતી, જેનું સામાન્ય તેમ જ સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે કરી શકાય :
यौवनस्था या नृत्यति दारा सा लगति श्रावकान् विप्रतारयितुम् । तस्या निर्मित श्रावकसुता विश्लिष्यन्ति यातेषु दिवसेषु धर्माद् भ्रश्यन्ति॥ बहवो लोका रागान्धास्तां प्रेक्षन्ते जिनमुखपङ्कजं विरला वाञ्छन्ति । जनो जिनभवने सुखार्थं य आगतो म्रियते स तीक्ष्णकटाक्षैर्धातितः । उचिताः स्तुति स्तोत्रपाठाः पठ्यन्ते ये सिद्धान्तेन सह सन्ययन्ते । तालारासकमपि ददति न रजन्यां दिवसेऽपि लगुडरासं सह पुरुषैः१४ 43. Three Aprabhramsa works of jinadttasuri with commentaries,
Edited with Introduction, Notes and Appendices, etc. By Lalchandra Bhagawandas Gandhi, Pub. Oriental Institute,
Baroda, ૧૯૨૭, PP.૩૧-૪૨ ૧૪. ibid. opp. ૪૬.૪૭
આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન રાસઃ એક અભ્યાસ * 483