________________
પ્રકાશ સમાન છે. આથી સ્પષ્ટ છે કે પ્રકાશથી અંધકાર હંમેશાં દૂર ભાગે છે. તે પ્રમાણે નિદક સદૂગુરુઓથી હંમેશાં દૂર ભાગે છે. સદ્દગુરુ તે છે જે મોક્ષમાર્ગ માટે પ્રોત્સાહિત કરે અને તેના પર ચાલવાનો યોગ્ય માર્ગ બતાવે. સદ્દગુરુની સૌથી મોટી બીજી વિશેષતા છે. માત્મનઃ પ્રતિજૂનાનિ પરેષાં ને समाचरेत् ।
સદ્ગુરુના સ્વરૂપના સ્પષ્ટીકરણ બાદ શ્લેષાત્મ રૂપથી અન્યોન્ય વસ્તુઓની સાથે તુલના કરતાં કહે છે કે – આ સંસારમાં વિભિન્ન પ્રકારના નદ તેમ જ નદીઓ જોવા મળે છે, તે બધા વિષમ પ્રવાહ સમાન છે. તે નદ તેમ જ નદીઓમાંથી તે જ બચી શકે છે, છુટકારો પામી શકે છે જેની પાસે સદ્ગુરુ રૂપી મોટું જહાજ હોય. અન્યથા જે પ્રમાણે નદીઓમાં મગર ઇત્યાદિ જળચર પ્રાણી (હિંસક) રહે છે તે માનવનું ભક્ષણ કરી જાય છે. તેની યાત્રા સમાપ્ત કરી દે છે. પરંતુ યાદ રાખવા જેવી વાત એ છે કે જે જહાજ વગર અર્થાત્ સદ્ગુરુ રહિત હશે તેને જ આવી સ્થિતિ થશે. સદ્ગુરુના સંમુખ તો કોઈ પણ જળચર પ્રાણીની ઉપસ્થિતિ થવાની વાત અસંભવ છે. આ પ્રમાણે જે વ્યક્તિ પુણ્યહીન હોય છે તે પોતાનું સર્વસ્વ નષ્ટ કરી દે છે. ત્યાં સુધી કે સદ્ગુરુ વગર લોકપ્રવાહમાં પડેલો માનવ ચાર ગતિ તેમ જ ચૌરાસી લાખ જીવ યોનિ ભ્રમણ રૂપ સંસારમાં પુનઃ જઈ પડે છે.
આથી સદ્ગુરુઓની મદદથી સંસારિક માયાજાળથી મુક્ત થઈને હંમેશાં સુંદર ભવની પ્રાપ્તિ માટે પ્રયાસશીલ રહેવું જોઈએ. સદાચરણ કરવું જોઈએ. જિનાચાર્યો દ્વારા નિયમિત મર્યાદા અને નિયમોનું પાલન કરવું જોઈએ. જે અન્ય ભવ માટે સુખરૂપ હોય છે. કુપથગામી અને સુપથગામીનું લક્ષણ અને મહત્ત્વ:
જે વ્યક્તિ કુપથનું આચરણ કરે છે તે કુપથગામી કહેવાય છે, તે પુણ્યહીન છે. જેને સદ્ગુરુનો સંપર્ક મળતો નથી. તે પરમાત્માની ઓળખાણ કરી શકતો નથી. અર્થાત્ તેમને તો સ્વપ્નમાં પણ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થઈ શકતી નથી. આથી જ કહ્યું છે કે – સંસ્કારહીન વ્યક્તિોની દુર્દશા જ થાય છે. ક્યારેક-ક્યારેક સદ્ગુરુઓનો સંયોગ મળી પણ જાય છે. તોપણ પોતાના કર્મદોષના કારણે તે સદ્ગુરુઓનું સાન્નિધ્ય કરી શકતા નથી જેમ કાયર પુરુષ ધનુષ્ય ધારણ કરીને લક્ષ્ય વધી જાય છે. એવા કુપથગામી જીવા 482 * જૈન રાસ વિમર્શ