________________
જ રીતે જે દેવદ્રવ્યાદિ બોલ્યા હોઈએ એ તરત ભરી દેવું જોઈએ. નહીં તો દુર્ગતિ થતાં વાર નહીં તેથી તેના ઘરે ધાડ પડી. લૂંટારુંઓએ તેમને મારી નાખ્યા. મરીને પાડા તરીકે ઉત્પન્ન થયા. દેરાસર જોતા જાતિસ્મરણ જ્ઞાન થયું. બીજાઓના પ્રયત્ન છતાં દેરાસરને છોડે નહીં તેથી જ્ઞાનીને પૂછતા તેમનો પૂર્વ વૃતાંત જાણી જેટલું બાકી હતું તેથી હજારગણું દેવદ્રવ્ય ભરી તેને પણ મુકત કરાવ્યા પછી કમશ: અનશન કરી સ્વર્ગે ગયો ને પછી મોક્ષે ગયો.
એવી જ રીતે દેવદ્રવ્યની એક પણ વસ્તુ પોતાને માટે વાપરવી નહીં. માત્ર મંદિરના દીવામાંથી પોતાના ઘરનો દીવો પ્રગટાવીને કાર્ય કર્યું તેથી ઊંટડીનો અવતાર મળ્યો એનું દષ્ટાંત છે. એટલે ભગવાન આગળ કરેલા દિવાના પ્રકાશમાં કાગળ ન વંચાચ, કોઈ પણ ઘરનું કામ ન થાય. નાણું ન પરખાય, એમના દીવામાંથી ધરનો દીવો ન પ્રગટાવાય. ભગવાનના ચંદનમાંથી પોતાના કપાળ આદિમાં તિલક કરવું નહીં. ભગવાનના પાણીથી હાથ ન ધોવાય. ભગવાનના ભેટો ઝાલર પણ ગુરુ અથવા સંઘ આગળ વપરાય નહીં દેવદ્રવ્યથી કે એની વસ્તુથી પોતાની વાહ-વાહ થાય એવું કાર્ય કરવાથી કેવું ફળ મળે એનું દષ્ટાંત લક્ષ્મીવતી શ્રાવિકાના જીવન અંગે છે. એ કારણે ઉજમણા આદિમાં મૂકવામાં આવેલ પાટલીઓ, નાળિયેર, લાડુ આદિ વસ્તુઓનું જે મૂલ્ય હોય, તથા તે લાવતા, તૈયાર કરતાં જે ખર્ચ થયો હોય, તેથી પણ વધારે રકમ આપવાથી શુદ્ધ નકરો કહેવાય છે અને તે પ્રમાણે બધું મૂલ ચૂકવી દેવું જોઈએ.
તીર્થયાત્રા વગેરે કરતી વખતે ભોજનનો ખર્ચ, ગાડા મોકલવા વગેરેનો ખર્ચ પણ તીર્થયાત્રામાં વગેરે માટે માનેલી રકમમાં જ ગણી લે તે મૂઢની કોણ જાણે શી ગતિ થશે? એ માટે એક સુભાષિત પણ લખી છે.
પડવે નો દેખઈ ગાય, નીકુલ ઔષધી નોલક હાય, દૂર્વવગતિ હંસો લહઈ તાસ, ચીચાવલોની જાણદે ચાસ.
પડવાના ચંદ્ર ને કમળ, નોળિયણ ને નોળિયો દૂધ ને કલહંસ ચિત્રાવલીને ચાસ પંખી જાણે એમ જગતમાં સૂક્ષ્મ ધર્મને પંડિત જ જાણી શકે છે. તેથી દેવાદિક ધન તરફ નજર પણ ન નાખવી જોઈએ.
ત્યાર બાદ ઉમાસ્વાતિ મહારાજે બતાવેલી પૂજાવિધિ બતાવી છે. જેમ કે ઉત્તર દિશામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવા અને પૂજા માટે પૂર્વ કે ઉત્તર
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ' 471