________________
તે ચાંદી પામ્યો. આમ સર્વત્ર વિધિ શ્રેષ્ઠ છે. તેથી સાચી વિધિ જાણી લેવી જોઈએ અને પોતાની પૂરી શક્તિથી વિધિ મુજબ જ કરવું.
ત્યાર બાદ અનિપુરના રાજા જિતરાત્રુની રાણી કુંતલાનું દૃષ્ટાંત છે. જેણે પોતાના જિનપ્રાસાદમાં ભાવથી પૂજા કરી પણ બીજી રાણીઓના દેરાસર પ્રતિમા પ્રત્યે મત્સર (ઈર્ષ્યા) ભાવ રાખ્યો જેથી કૂતરી તરીકે અવતરી પછી કેવળીના વચને રાણીઓના સમજાવવાથી જાતિસ્મરણજ્ઞાન થયું ને દ્વેષભાવની આલોચના કરી વૈમાનિકમાં ઉત્પન્ન થઈ.
અહીં સુધી દ્રવ્યસ્તવના ભાવ છે હવે ભાવસ્તવ કહે છે. જે બધી. ભાવપૂજા છે. તે, અને જિનાજ્ઞાનું પાલન એ ભાવસ્તવ કહે છે. જિનાજ્ઞા સ્વીકાર અને ત્યાગ એમ બે પ્રકારે છે. એમાં સ્વીકારવા યોગ્ય કાર્યો કરવા કરતાં પણ નિષિધ-ત્યાગરૂપ કાર્યો છોડવા શ્રેષ્ઠ છે. કેમ કે જે નિષિદ્ધિ કાર્યો આચરે છે. તેના ઘણાં પણ સુકૃતોનું આચરણ વિશેષ ગુણકારી બનતું નથી દા.ત. ઔષધ વિના પથ્થસેવનથી રોગ મટી જાય છે પણ પથ્ય વિનાનાને તો સેંકડો ઔષધો પછી પણ રોગ મટતો નથી.
દ્વવ્યસ્તવ અને ભાવસ્તવનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે – ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવને આરાધીને જીવ અચ્યુત(બારમા) દેવલોક સુધી જાય છે. ભાવસ્તવથી તે અંતર્મુહૂર્ત માત્રમાં નિર્વાણ-મોક્ષ મળી શકે છે. છતાં ગૃહસ્થો માટે કૂપ બંનન દૃષ્ટાં દ્રેવ્યસ્તવ પણ કહ્યું છે ભાવપૂજા શ્રેષ્ઠ હોવા છતાં
પણ.
પછી પદ્મચરિત્રને આધારે દેરાસરે જવાનું ચિંતવવાથી ત્રિકાળપૂજા અને ભાવપૂજાનું શું ફળ છે. તે પૂર્વે કહ્યું એ જ અહીં બતાવ્યું છે. પછી દેવદ્રવ્યની સારસંભાળ કરવાનું ચાર જણાને સોંપવાનું કહ્યું છે. તેમ જ દેવ, ગુરુ, જ્ઞાનની આશાતના ટાળવાનું કહ્યું છે.
સાકેતપુરના સાગ૨શેઠે દેવદ્રવ્યમાંથી લાભ મેળવ્યો એમાં એના નરક, તિર્થંયના અનેક(હજારો) ભવ કરવા પડ્યા પછી મુક્ત થયા તીર્થંકરપદે મોક્ષમાં ગયા. એવી જ રીતે કર્મસાર અને પુણ્યસારની કથા પણ છે. એમાં સાધારણ ખાતાનું દ્રવ્ય પોતાના કાર્ય માટે વાપર્યું હતું તેથી એમણે પણ ધણાં ભવ કરવા પડ્યા અને ઘણું દુ:ખ ભોગવવું પડ્યું.
એવી જ રીતે જ્ઞાનાદિ દ્વવ્ય સંબંધી વિવેક રાખવો જોઈએ. વિવેક વગ૨ કે પોતાના માટે એક પૈસો વપરાય તો એનું હજારગણું દેવું પડે છે. એવી 470 * જૈન રાસ વિમર્શ