________________
યક્ષ પ્રસન્ન થયો ને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે કહ્યું કે હવે કોઈને મારવા નહીં. યક્ષે તે વાત માન્ય રાખી બીજું વરદાન માગવા કહ્યું. ત્યારે એણે કહ્યું-હું કોઈનો અંશ પણ જોઉ તો તેને ચીતરી શકે એવી શકિત આપો. યક્ષે તે આપી.
આ ચિત્રકારે કૌશાંબીના રાજાની ચિત્રસભામાં પરદા પાછળ રહેલી મૃગાવતી રાણીનો અંગૂઠો જોઈને એનું આબેહૂબ ચિત્ર દોર્યું ભૂલમાં તેની જાંઘ પર થવું પડ્યું તે ચીતારાએ ભૂંસી નાખ્યું પણ એની છાપ લંછન તરીકે રહી ગઈ. આ જોઈ રાજાને એના ચરિત્ર પર શંકા ગઈ તેથી એને મારી નાખવાની આજ્ઞા કરી ત્યારે બીજા બધા ચિત્રકારોએ એને પક્ષ તરફથી મળેલા વરદાનની વાત કરી એની નિર્દોષતા બતાવી છતાં રાજાની શંકા ગઈ નહીં તેથી રાજાએ એને કુબ્બાનું મોં બતાવ્યું. એણે એ આધારે કુબ્બા જેવી હતી. તેવું ચિત્ર દોર્યું છતાં રાજાનો કોપ પૂરેપૂરો ન શમ્યો તેથી એનો જમણો હાથ કપાવી નાખ્યો. આ ચિત્રકાર ફરી યક્ષ પાસે ગયો એણે વરદાન આપ્યુંતું એ જ કાર્ય ડાબા હાથે કરી શકશે પછી એ ચિત્રકારે વેર વાળવા ડાબા હાથે મગાવતીનું ચિત્ર દેરી ચંપ્રદ્યોત રાજાને બતાવ્યું તેનાથી મૃગાવતી પર આસક્ત થયેલા ચંડપ્રદ્યોત મૃગાવતીની માગણી કરીને કૌશાંબીના રાજાને યુદ્ધમાં મારીને નગરી પર કબજો મેળવ્યો. ત્યારે મૃગાવતી જિનેશ્વરને વંદન કરવા ગઈ ને ચંપ્રદ્યોત પણ વંદન માટે ગયો. ચંડપ્રદ્યોત મૃગાવતીને ચાહતો હતો, પરંતુ મૃગાવતીને શીલરક્ષા માટે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી આ ચિતારાનું દૃષ્ટાંત આપ્યું છે માટે અવિધિ ટાળીને પૂજા કરવી જોઈએ
અવિધિમાં અલ્પલાભનું દૃષ્યત-બે પુરુષોની ખૂબ ઉપાસના કરી તેથી પ્રસન્ન થયેલા એ સિદ્ધપુરુષે બંનેને તુંબીફળના બીજો આપ્યાં એ બીજોનો પ્રભાવ મેળવવા આરાધવાની વિધિ બતાવી કે સો વાર ખેડાયેલા ખેતરમાં તડકો ન હોય ત્યારે પોતે કહેલા નક્ષત્ર અને વાર હોય ત્યારે જ એ બીજ વાવવા એમાંથી વેલડી બને ત્યારે કેટલાક બીજોનો સંગ્રહ કરી લઈને એ વેલડીને પાંદડા ફૂલ અને ફળ સાથે ત્યાં એ જ ખેતરમાં બાળી નાખવી એની જે રાખ થાય, એમાંથી એક નદીઆણ જેટલી રાખ ચોસઠ ગદીયાણ જેટલા તાંબા પર નાંખવાથી એ તાંબુ શ્રેષ્ઠ સોનું બની જશે. આ રીતે એ સિદ્ધપુરુષ પાસેથી આમ્નાથ શીખીને બંને ઘરે પાછા ફર્યા. એમાંથી એકે બરાબર વિધિ કરી તેથી એ સોનું પામ્યો. બીજાએ ઓછી વિધિ કરી તેથી
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ * 469