________________
આચાર્યશ્રી જિનદત્તસૂરિકત ઉપદેશ રસાયન
રાસઃ એક અભ્યાસ ડૉ. મિલિન્દ સનતકુમાર જોષી
કવિ પરિચય
દેશની રાજનૈતિક સ્થિતિ તો સાચે જ મુશ્કેલીમાં હતી તેની સાથેસાથે તત્કાલીન વાતાવરણ પણ અત્યાધિક કલુષિત થઈ ગયું હતું. રાજાઓ નાના-નાના રજવાડાઓ સાથે જોડાઈ જતા હતા. દેશ નાના-નાના ટુકડાઓમાં વિભક્ત થઈ ગયો હતો. રાજનૈતિક પરિસ્થિતિ બગડી ગઈ હતી. રાજાઓની અસર માત્ર પ્રજા પર જ પડતી ન હતી, પરંતુ તે અસર સર્વગ્રાહી થઈને ચારેય દિશાઓમાં ફેલાવા લાગી હતી. તેવા સમયે આચાર્ય શ્રી જિનદત્તસૂરિનો જન્મ થયો.
ખરતરગચ્છના ઇતિહાસમાં આચાર્ય જિનદત્તસૂરિનું સ્થાન અનુપમ તેમ જ અદ્વિતીય છે. આચાર્ય જિનદત્તસૂરિનો જન્મ અમદાવાદ જિલ્લાના પ્રાચીન સુપ્રસિદ્ધ તેમ જ સુસમૃદ્ધશાળી નગર ધવલ્લકપુર (ધોળકા)માં વિ. સં. ૧૧૩૨માં થયો હતો. તેમના પિતા સુંબડ વંશીય જૈન હતા. પિતાનું નામ વાછિગ શાહ અને માતાનું નામ બાહડદેવી હતું.' વિ.સં. ૧૧૪૧માં નવ વર્ષની નાની ઉંમરમાં ઉપાધ્યાય ધર્મદેવ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. નવદીક્ષિતનું નામ સોમચન્દ્રમુનિ રાખવામાં આવ્યું હતું. સોમચન્દ્રમુનિએ પાટણમાં રહીને ન્યાય, વ્યાકરણ, આમિક તેમ જ સૈદ્ધાત્તિક ગ્રન્થોનું અધ્યયન કર્યું હતું. વિ.સં. ૧૧૬૯ વૈશાખ કૃષ્ણ છઠ શનિવારના દિવસે દેવભદ્રસૂરિએ ચિત્તોડમાં તેમને આચાર્ય પદથી વિભૂષિત કર્યા અને તેમનું નામ શ્રી. જિનવલ્લભસૂરિ રાખવામાં આવ્યું. આચાર્યશ્રીના શિષ્ય પ્રશિષ્ય
૧. ખરતકગચ્છ બૃહદ્ ગુર્નાવલી-જિનવિજયમુનિ, પૃ. ૧૪ ૨. ગણધર સાર્ધશતક પદ્ય-૭૮, પૃ. ૧૪૮માં ઉપાધ્યાય ધર્મદેવને ધર્મગુરુ સંબોધિત
કરવામાં આવ્યા છે. ૩. ખરતરગચ્છ બૃહદ્ગુર્નાવલિ, પૃ. ૧૪ ૪. ગણધર સાર્ધશતક ગાથા-૮૪માં સ્વયં જિનર્તસૂરિએ દેવભદ્રસૂરિને ગુરુ દર્શાવ્યા છે. ૫. ખરતકગચ્છ બૃહદ્ગુર્નાવલિ, પૃ. ૧૫ 476 * જૈન રાસ વિમર્શ