________________
સમુદાય પણ વિશાળ હતો. આ પરંપરા નવ શતાબ્દીઓથી આજ સુધી ચાલી આવે છે. આચાર્યશ્રીના કરકમળોથી હજારો શ્રાવક-શ્રાવિકાએ દીક્ષા લીધી. પટ્ટાવલીઓના આધાર પર ૧૫૦૦ સાધુ અને ૧૦૦૦ સાધ્વીજીઓનો તેમનો સમુદાય હતો. વિ.સં. ૧૨૧૧ અષાઢ સુદી અગિયારસ ગુરુવારના દિવસે ૭૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ગયાં.
- આચાર્ય જિનદત્તસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં અનેક ગ્રંથોની રચના કરી છે. તે ગ્રંથ માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પણ ભાષા વિજ્ઞાનની દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ છે. આચાર્યશ્રીના સંરક્ષણમાં તથા યોગ્ય શાસકોના ઉદાર શાસનમાં સાહિત્યની ઉન્નતિ પ્રચુર માત્રામાં થઈ હતી. તેમના કાવ્યસાહિત્યમાં દર્શન, જ્ઞાન, ભક્તિ, ઈશ્વરસ્તુતિ, ગુરુગુણ મહિમા, આચાર-વિચાર વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે મનુષ્યમાત્રના કલ્યાણ માટે ગૂઢ વિષયોના અર્થોના સરળ સ્વરૂપમાં પ્રસ્તુત કરવા માટે અનેક ગ્રંથોની રચના કરી છે.
આચાર્ય શ્રી જિનદત્તસૂરિ રચિત કૃતિઓ ક્રમ ગ્રંથનું નામ
વિષય પદસંખ્યા (અ) સંસ્કૃત કૃતિઓ ૧. અજિતશાંતિ સ્તોત્ર સ્તુતિ સ્તુતિ ૦૧૫ ૨. ચક્રેશ્વરી સ્તોત્ર સ્તુતિ ૦૧૦ ૩. સર્વજિનસ્તુતિ ૪. વીરસ્તુતિ
સ્તુતિ O૦૪ પ. વિશિકા ૬. પદ વ્યવસ્થા (બ) પ્રાકૃત કૃતિઓ ૧. ગણધર સાદ્ધર્શતકમ્ સ્તુતિ ૨. સુગુરુ સંથવ ત્તરિયા સ્તુતિ ૦૭૫
સ્તુતિ
OOx
પ્રકીર્ણ
OO૩
પ્રકીર્ણ
૧૫O
૬. ખરતરગચ્છ પટ્ટાવલી-૧, જિનવિજય, પૃ.૧૦. ૭. ખરતગચ્છ પટ્ટાવલી-૨, જિનવિજય. ૮. યુગપ્રધાન આચાર્ય જિનદત્તસૂરિજી કા જૈન ધર્મ એવું સાહિત્ય મેં યોગદાન,
ડૉ. સ્મિતપ્રજ્ઞા શ્રી પ્રકાશક : વિચક્ષણ સ્મૃતિ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૯, પૃ. ૬૭-૬૮.
આચાર્યશ્રી જિનદત્તસૂરિફત ઉપદેશ રસાયન રાસ : એક અભ્યાસ * 47