________________
એકા ચોરી સા કીઈ જા ખોલડઈ ન માય,
બીજી ચોરી કિમ કરઈ ચાર્જ ચોર ન થાય. (૧૩૮)
અર્થાત્-એક ચોરી એવી કરી કે જે મારી ઝૂંપડીમાં પણ ન સમાઈ શકે એ બીજી વાર ચોરી કેવી રીતે કરશે? જેને ચોરી શાની કરવી? કેવી રીતે કરવી? વગરે આવડતું નથી તે શું ચોરી તો ખોળામાં ન માય એવી કરી પણ તમે તો પૂજા વખતે સંકેત કરી જિનાજ્ઞાભંગરૂપ એવી ચોરી કરી કે જે ત્રણ ભુવનામાં પણ ન માય. ચારણના આ સમ્યગ્ ઉચિત શબ્દોથી સંતુષ્ટ થયેલા જિણહાકે એને પહેરામણી આપી પછી પાપસંજ્ઞા પરહરીને પોતે પૂજામાં લીન થયો.
આ કથા સુંદર શીખ આપે છે કે પૂજા કરતી વખતે કેવા સાવધ રહેવાનું છે ત્યાર પછીની ગાથામાં જિનપૂજાનો ક્રમ બતાવ્યો છે કે પ્રથમ મૂળનાયકની વિવેકસહિત પછી સૃષ્ટિના ક્રમથી બીજા બધા ભગવાનની યથાયોગ્ય પૂજા કરવી. શ્રાવકે કેવા દેરાસર કરાવવા તેની પ્રરૂપણા કરી છે. એક તીર્થી ત્રણ તીર્થી ને પંચતીર્થી પણ હોય એક પટમાં ૨૪ કે ૧૭૦ તીર્થંક૨ પણ હોય એમ વગેરે ભેદ બતાવ્યા છે પછી અંગપૂજા-અગ્રપૂજાનું વર્ણન કરીને ભાવપૂજાનું મહત્ત્વ બતાવ્યું છે પછી યોગમુદ્રા જિનમુદ્રા મુકતાસુક્તિમુદ્રા એ ત્રણ મુદ્રાથી વિદ્યાસહિત પૂજા કરવાનું વિધાન છે. અવિધિથી પૂજા કરવામાં આવે તો કેવા અનર્થ થાય તે ચિતારાના દૃષ્ટાંતથી આલેખ્યું છે જે આ પ્રમાણે છે. અયોધ્યા નગરમાં સુરપ્રિય નામનો યક્ષ હતો આ યક્ષ દર વર્ષે એની યાત્રાના દિવસે જે ચિત્રકાર ચિત્રકામ કરે, તેને મારી નાખતો હતો. જો યક્ષનું ચિત્રકામ થાય નહીં તો નગરના લોકોને હણતો હતો. તેથી ચિત્રકારો નગર છોડીને ભાગવા લાગ્યા. ત્યારે રાજાએ એમને અટકાવી બધા ચિત્રકારોના નામની જુદી જુદી ચિઠ્ઠી બનાવી એક ઘડામાં નાખી જે વર્ષે જેની ચિઠ્ઠી નીકળે એની પાસે યક્ષનું ચિત્રકામ કરાવાતું.
એક વખત વૃદ્ધાના પુત્રનું નામ નીકળ્યું તેથી પેલી વૃદ્ધા રોવા માંડી તે વખતે કૌશંબીથી તેને ત્યાં આવેલા ચિત્રકારે રોવાનું કારણ જાણી વિચાર્યું કે આ લોકો અવિધિથી ચિત્રકામ કરતા હશે તેથી તેણે વૃદ્ધાને કહ્યું એ યક્ષને હું જ ચીતરીશ પછી એણે છઠ્ઠનો તપ કર્યો, શરીર, વસ્ત્રો, શરીર રંગ વગેરે પવિત્ર કર્યાં. નાક ૫૨ આઠ પડવાળો મુખકોશ બાંધ્યો ઇત્યાદિ વિદ્યાઓ સાચવીને યક્ષને ચિતર્યો પછી યક્ષના બંને પગે પડી ક્ષમા પણ માંગી તેથી 468 * જૈન રાસ વિમર્શ