________________
શકે. પરંતુ મૂલ્યવાન વસ્તુ વડે વિશેષ પૂજા દર માસે અજવાળી પાંચમને દિવસે કરવી. તેમ કરવાની શક્તિ ન હોય તો જ ધનથી વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી. થરાદના સંઘવી આભૂએ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી લખાવી હતી જેમ, સકલ શાસ્ત્ર લખાવઈ જોય સોવન તણઈ અખરિ વલી કોય” આમ શ્રુતજ્ઞાનની ભક્તિ બતાવી છે.
નવમા દ્વારમાં અનેક પ્રકારના ઉજમણાં ઊજવવાનું વર્ણન કર્યું છે. શ્રાવકે નવકાર આવશ્યક સૂત્ર ઉપદેશમાળા વગેરે જ્ઞાન, દર્શન અને જુદાજુદા પ્રકારના તપ સંબંધી ઉજમણમાં જઘન્યથી એક ઉમણું તો દર વર્ષે યથા વિધિ જરૂર કરવું. કેમ કે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સાથે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય અને નિરંતર શુભ ધ્યાન, સમકિતનો લાભ વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તેમ જ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવો જોઈએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું ઉજમણું છે.
દસમા દ્વારમાં જિનશાસનની પ્રભાવનાનું વર્ણન આપ્યું છે. શ્રાવકે જિનશાસનની પ્રભાવનાને માટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું. પ્રભાવના વગેરે દર વર્ષે જ ધનથી એક વાર તો શક્તિ પ્રમાણે જરૂર કરવી. પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા દર્શનીઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેથી શાસનની ઉન્નતિ થાય છે. શ્રીસંઘની પ્રભાવના કરવાથી તીર્થકરપણું વગેરે શુભફળ મળે છે. પ્રભાવના તો તેના કરનારને તે તથા બીજાને પણ મોક્ષ આપે છે. આમ જૈનશાસનની પ્રભાવનાનું મહત્ત્વ બતાવ્યું છે.
અગિયારમાં દ્વારમાં આલોચનાની વિધિ, આલોચના આપનાર ગુરુના લક્ષણ આદિનું વર્ણન કર્યું છે. શ્રાવકે ગુરનો યોગ હોય તો દરવર્ષે જઘન્યથી એક વાર ગુરુ પાસે આલોચણા લેવી. કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. પફખી, ચોમાસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો વધુમાં વધુ બાર વર્ષ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરુ પાસે આલોચના લેવી. આલોચના લેનારે દશ દોષ ત્યજવા. જીવ જે જે દોષનું સેવન કરે છે તે દુષ્કર નથી પણ સભ્ય પ્રકારે આલોચે તે દુષ્કર છે. માટે જ તેની ગણતરી આત્યંતર તપમાં ગણી છે. તેથી જ તે મા ખમણ વગેરેથી પણ દુષ્કર છે. અહીં કવિએ લક્ષ્મણા સાધ્વીનું કથાનક આપ્યું છે કે જેમણે શલ્ય સાથે આલોચના લીધી જેના કારણે અસંખ્ય
450 * જૈન રાસ વિમર્શ