________________
રસયોજના, ભાષાશૈલી સરળ છે. સંવાદોવાળી શૈલીથી પણ એમણે એમની કૃતિઓને શણગારી છે. ખંભાતના સુલતાન હબીબલો અને હીરસૂરિ વચ્ચે મોપતિ અને ઘૂંક અંગેની સંવાદ રસપ્રદ છે. તો બીરબલ – હીરસૂરિ સંવાદ, પંચાગુલી સંવાદ, ચોખા - ફોતરા સંવાદ વગેરે માણવા જેવા છે.
વર્ણનાત્મક શૈલી – એમની વર્ણનાત્મક શૈલી એમની સૂક્ષ્મ અદ્ભુત નિરીક્ષણ શક્તિનો પુરાવો છે. ખંભાતનું વર્ણન, પ્રકૃતિનું વર્ણન, સરસ્વતી દેવીનું વર્ણન વગેરે પ્રશંસનીય છે.
એમને માત્ર જૈન શાસ્ત્રોનું જ નહિ પણ અન્ય શાસ્ત્રોના વિષયોનું પણ અનુપમ જ્ઞાન હતું. જેમ કે પુરાણ, પદર્શન, જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર વગેરે.
આ ઉપરાંત રાજનીતિ, કૂટનીતિ, પાંચ પ્રકારના યુદ્ધ વગેરેના વર્ણનો છે. એમના રાસમાં તત્કાલીન સમાજના સમૃદ્ધ ચિત્રો જોવા મળે છે. જેમ કે કુમારપાળ રાસમાં રાજપૂતોની ૩૬ જાતોનું વર્ણન તેમ જ તે જ વખતની બીજી જ્ઞાતિઓ, તેમના ધંધાઓ, વ્યક્તિનામો, સિક્કાઓ વગેરેનું વર્ણન. આ બધાં પાસાં તેમની સૂક્ષ્માતિસૂક્ષ્મ જાણકારી પુષ્ટ કરે છે.
આમ સમગ્રત જોતા શ્રાવક કવિ ઋષભદાસ ઊંચી બુદ્ધિપ્રતિભા ધરાવનાર, અદ્ભુત અવલોકનકાર, વિવિધ વિષયોના વિવેચનકાર, સાહિત્યના સારથિ, ભાષાના મર્મજ્ઞ, ઘરબારમાં રહીને રાસનો દરબાર ઊભો કરનાર શ્રેષ્ઠ વ્યક્તિત્વના ધણી હતા. જેનદર્શનનું મહત્ત્વ પ્રસ્થાપિત કરનાર કવિની કૃતિઓમાં જૈનદર્શનનો અમાપ સાગર ઘૂઘવે છે. એમાંથી એક પૂજાવિધિ રાસ'નું વિવરણ અહીં કર્યું છે. પૂજાવિધિ રાસનું વિષય નિરૂપણ
પૂજાવિધિ રાસની શરૂઆત સરસ્વતી માતાની સ્તુતિ રૂપ મંગલાચરણથી કવિએ કરી છે. સરસ્વતી, શારદા, ત્રિપુરા, બ્રહ્મસૂતા, વાઘેશ્વરી વગેરે નામોથી સ્તુતિ કરીને જિનપૂજા રાસ શરૂ કરું છું એમ નિવેદન કર્યું છે. પૂજાને સ્વર્ગ-સિદ્ધની નિસરણી કહી છે. ત્યાર બાદ ત્રીજું અંગ એટલે ઠાણાંગસૂત્રના ચોથે ટાણે આવેલા ચાર નિક્ષેપા-નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવનું પ્રરૂપણ કર્યું છે. એમાંથી સ્થાપના નિક્ષેપ એટલે બિંબ-પ્રતિમા પૂજનનું સૂચન કર્યું છે. તેમના દર્શનના વિચારથી માંડીને પૂજાથી શું લાભ થાય એ બતાવ્યું
464 * જૈન રાસ વિમર્શ