________________
છે. જેમ કે –
જિનદર્શનનો વિચાર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે. દર્શન કરવા માટે વહેલા ઊઠવાથી ૨ ઉપવાસનું ફળ મળે છે. જવા માટે ચાલવા તૈયાર થાય તો ૩ ઉપવાસનું ફળ મળે છે. જવા માટે પગલા ભરવાથી ૪ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરના માર્ગે જતા નિર્મળ ચિત્ત રાખવાથી ૫ ઉપવાસનું ફળ મળે છે. અડધે પંથે પહોંચે ત્યારે ૧૫ ઉપવાસનું ફળ મળે છે. જિન મંદિર જોવાથી ૩૦ ઉપવાસનું ફળ મળે છે. મંદિરને પ્રદક્ષિણા આપવાથી 100 વર્ષના ઉપવાસનું ફળ મળે છે. જિનને જોવાથી ૧૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ મળે છે. અરિહંતને ભાવથી વંદન કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય. પ્રેમથી જિન મંદિરને પૂજવાથી ૧૦૦ ઉપવાસનું ફળ મળે છે. વિલેપન કરવાથી ૧000 ઉપવાસનું ફળ મળે છે. ફૂલમાળા આરોપવાથી 1,00,000 ઉપવાસનું ફળ મળે છે. ગીત-ગાન-વાજિંત્ર વગાડવાથી રાવણની જેમ અનંત પુણ્ય. નાટક-સ્તુતિ કરતા ગણધર-તીર્થકર પદ પ્રાપ્ત થાય છે. પ્રભાતે પૂજા કરવાથી રાત્રિનું પાપ નાશ પામે છે. બપોરે પૂજા કરવાથી એક જન્મનું પાપ નાશ પામે છે. સાંજે પૂજા કરવાથી સાત જન્મનું પાપ નાશ પામે છે.
ત્રણે કાળ પૂજા કરવાથી ત્રીજે ભવે મુક્તિ મળે છે. ઉત્કૃષ્ટ સાતઆઠ ભવકરે. પછી પૂજાના પ્રકાર – ૨૧, ૧૭, આઠ, પાંચ અને ત્રણ પ્રકારની છે. આમ પૂજાના અનેક પ્રકાર જાણીને એ પ્રમાણે પૂજા કરવાથી અવતાર સફળ થાય છે. ત્યાર પછી પણ નિસિદ્ધિનું વર્ણન છે. પહેલી નિસિહી સંસારના કામની બીજી દેરાસરના કામની અને ત્રીજી નિસિપિ દ્રવ્યપૂજાની કરીને ભાવપૂજામાં લીન થવાનું છે.
પછી દેરાસરની જઘન્ય દશ ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાનું વર્ણન છે. મધ્યમ ચાલીશ પ્રકારની આશાતના બતાવી છે. આશાતના ટાળીને પવિત્ર થઈને પછી પૂજા કરવાની છે.
ત્યાર બાદ બાહ્ય અને આત્યંતર સ્નાનની વાત કરી છે. જતનાપૂર્વકનું દ્રવ્યસ્નાન કરવાનું કહ્યું છે એનાથી અત્યંતર સ્નાન શ્રેષ્ઠ હોય એમ પણ
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ * 465