________________
ભાવ અભિવ્યક્તિ કરાવવામાં સફળ રહ્યા છે.
રચનાકારનો પરિચય – શ્રાવક કવિ ઋષભદાસ ૧૭મી સદીમાં થયેલા એક ઉત્તમ શ્રાવક હતા. કવિના પિતામહ જંબુદ્વીપના ભરત ક્ષેત્ર મધ્ય ગુજરાત રાજ્યમાં આવેલ વિસલદેવ ચાવડાએ વસાવેલ વિસલનગરના વાસી, પ્રાગવંશ વીસા પોરવાલ જૈન વણિક જ્ઞાતિના મહિરાજ સંઘવી હતી.
કવિના માતા-પિતા – માતશ્રી રૂપાદે અને પિતાશ્રી સાંગણ મહિરાજ સંઘવી હતા જે વિસનગરથી પછી ખંભાતમાં આવીને સ્થાયી થયા હતા. સુખ-સમૃદ્ધિથી સંપન્ન શ્રાવક હતા.
કવિનો વિદ્યાવંશ - તપગચ્છની ૫૮મી વાટે ‘સવાઈ જગદ્ગર, અકબર બાદશાહના પ્રતિબોધક હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ એમના પ્રથમ ગુરુ હતા. એમના કાળધર્મ પછી વિજયતિલક સૂરિ અને પછી આચાર્ય શ્રી વિજયાનંદ સૂરિ અને વિજયદેવ સૂરિ હતા. એ ચારે નામ એમની કૃતિઓમાંથી મળે છે.
શ્રાવક કવિ ઋષભદાસ – એક સમૃદ્ધ ગૃહસ્થ હતા. પરિવારમાં એમને ભાઈ-બહેન સુશીલ પત્ની કમલા અને પુત્ર-પુત્રવધૂ બાળકોથી હર્યોભર્યો પરિવાર હતો.
કવિ એક દઢધર્મી, પ્રિયધર્મી, શ્રાવકના લક્ષણોથી સંપન્ન જેમ કે રોજ ઉભયકાળે પ્રતિક્રમણ મહિનામાં ચાર પૌષધ સમકિત સહિત ૧૨ વ્રતના ધારણહાર, રોજ બ્લાસણું કરનાર, ત્રિકાળ પૂજા, બે પંચતીર્થી, સ્વાધ્યાય, વીસ સ્થાનકની આરાધના કરનાર, છઠ્ઠ-અઠ્ઠમ તપના આરાધક શેત્રુંજય, ગિરનાર, શંખેશ્વર આદિની યાત્રા કરનાર, સ્તવન-રાસ વગેરે લખીને શાસન પ્રભાવના કરનાર, વિદ્યાદાન કરનાર, પ્રભુની સામે ઊભા રહીને રોજ ૨૦ નવકારવાળી ગણનાર શ્રેષ્ઠ શ્રાવક હતા.
સરસ્વતીના પરમ ઉપાસક – સાધક – પૂજક હતા.
કવિત્વ – શ્રાવક કવિ ઋષભદાસનું કવિત્વ એમના કાવ્યોમાં સોળે કળાએ ખીલ્યું છે. કાવ્યના અનેક પ્રકાર છે જેવા કે કવિતા, કવિત, ફાગુ, રાસા, રાસડા, સ્તવન, બારમાસા વગેરે. કવિએ ૩૪ રાસ, હરિયાળી, ૫૮ સ્તવન, સુભાષિત સઝાય ચૈત્યવંદન, નમસ્કાર, ઢાલ આદિમાં એમની કલમ ચલાવી છે કવિ કાવ્યના ગુણ જાણતા હશે એમના કાવ્યોમાં એ ગુણો હીરાની જેમ ચમકે છે. એમના કાવ્યમાં માધુર્ય, ઓજ, પ્રસાદ ગુણો છે. અલંકાર,
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ’ * 463