________________
આમ ત્રણે મંગલ આ કૃતિમાં થયા છે જે કવિની તીર્થંકર દેવ, સરસ્વતી દેવી અને ગુરુ ભગવંતો પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે. વળી તીર્થકરોની પૂજાને કારણે આ કૃતિ જેનધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એ પણ જાણી શકાય છે.
(૨) વિષય – અભિધેય – વિષય નિરૂપણથી ભાવક તેના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ તેનો નિર્ણય કરી શકે છે. અહીં કવિએ ગાથા નં.૬ માં “જિનપૂજાવિધિ ગાસ્ય રાસ' દ્વારા વિષય નિરૂપણ કર્યું છે.
(૩) સંબંધ – સંબંધનો નિર્દેશ કરવાથી આ ગ્રંથ કે કૃતિને કેટલી પ્રમાણભૂત ગણવી તેનો ખ્યાલ ભાવકને આવી શકે. જો એવું સ્પષ્ટીકરણ ન હોય તો સંભવ છે કે પાઠકો તેને સ્વતંત્ર મતિનિરૂપણ માની લે અને તેથી તેના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ એવા વિચારમાં પડી જાય છે. ગાથા નં. ૯માં ત્રીજા અંગે માહિ જોય – અર્થાત ઠાણાંગ સૂત્રમાં ચોથા ટાણે જે ચાર નિક્ષેપ છે તેનું વિવરણ કરીને શરૂઆત કરી છે તેથી જેનાગમ સાથે તેનો સંબંધ છે. એમ લાગે છે પણ રાસનો અભ્યાસ કરતાં એનો સંબંધ શ્રાદ્ધવિધિના પ્રથમ દિનકૃત્યના એક ભાગ સાથે છે એમ સ્પષ્ટ થાય છે.
() પ્રયોજન - ગ્રંથ (કૃતિ) રચનાનું પ્રયોજન જણાવવાથી ભાવક (વાચક) ને ગ્રંથરચનાના હેતુ પરત્વે કોઈ શંકા કરવાનું કારણ રહેતું નથી ગાથા નું પ૫૮ સુણી સુણાવઈ વાચઈ ભણઈ, ઘણા કાલના પાતક હણઈ, લખઈ લખાવઈ આદર કરઈ, પુણ્ય તણો ભંડાર ભરઈ.
અર્થાત્ આ રાસનું અધ્યયન કરવાથી પાપ નાશ પામે છે અને પુણ્યનો ભંડાર ભરાય છે એ એની ફળશ્રુતિ છે.
(૫) અધિકારી – અધિકારીનું સૂચન કરવાથી જેઓ તેના અધિકારી છે તે જ એના પઠનમાં પ્રવૃત્ત થાય છે. ગાથા પ૫૭માં ઉત્તમ નર એના અધિકારી છે એમ બતાવ્યું છે. ઉત્તમ સમજઈ થોડા માંહિ ધરિઈ કાન જ ન વાણિયાહી.” છેલ્લે કહ્યું છે કે જે જિનની પૂજા આદરે છે તે અનંત સુખ પામે છે.
આમ પાંચે બાબતનો ઉલ્લેખ આ રાસમાં થયો છે.
મધ્યકાલીન રાસાઓના કવિ રાસાને અંતે ગુરુપરંપરા, રચનાસ્થળ, રચના કાળ, રચના સમય ફળશ્રુતિનું આલેખન કરે છે. કવિ ઋષભદાસ પણ એ જ પરંપરાને અનુસર્યા છે જે નીચેની ગાથાઓથી સ્પષ્ટ થાય છે.
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ’ * 461