________________
પાંચ બાબતનું સૂચન એની ગાથાઓ દ્વારા કરે છે તે આ પ્રમાણે છે :
(૧) મંગલાચરણ (૨) વિષય-અભિધેય (૩) સંબંધ () પ્રયોજન (૫) અધિકારી.
(૧) મંગલાચરણ - કોઈ પણ કૃતિની રચના વખતે મંગલાચરણ કરવાથી શાસ્ત્ર રચના સમયે થતા વિઘ્નો નાશ પામે છે. આદિ, મધ્ય અને અંત એમ ત્રણ જગ્યાએ મંગલાચરણ કરવામાં આવે છે. આદિ(શરૂઆત) મંગલશાસ્ત્રાર્થનો નિર્વિબ પાર પામવા માટે કરાય છે. મધ્યમંગલ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કરાય છે, અને અંતિમ મંગલ શિલ્ય – પ્રશિષ્યાદિની પરંપરામાં શાસ્ત્રાર્થને વિચ્છેદ ન થાય તે માટે કરાય છે. અર્થાત્ એમની રચના દીર્ઘકાળ સુધી જીવંત રહે. પ્રસ્તુત રાસમાં કવિએ શરૂઆતના પાંચ દુહામાં સરસ્વતી સ્તુતિ દ્વારા આદિ મંગલ કર્યું છે. (૧) સરસ વચન દિઓ સરસ્વતી, સમરયાં કરજે સાર,
તુ તુઠ મુખિ આપજે, વાણીનો વિસ્તાર. (૨) પદપૂર્ણ અખર સમા, શબ્દસાર ગુણ પરમ,
આપે સુગણિ સારદા, ન લહું પૂરો મરમ (૩) ભેદ ભાવભલ ઉપજઈ, તુસઈ જો તૃપરાય, - બ્રહ્મસૂતા કમલિ વસઈ, તો મનિ અંત્યું થાય.
હજી વાઘેસ્વરિ વાણિ વિના, વચન કોઈ કિમ તંત.
સોમદષ્ટ કોઈ સારદા, વચન વાણિ દીપંત
(૫) ખોભ ન પામઈ બોલતો, પુક્યાં ઉત્તર દેહ
સકલસભા રંજઈ ઘણું ઍલ્યુ કાજ કરેહ. આમ આ પાંચ ગાથા દ્વારા આદિ મંગલ કર્યું છે.
મધ્ય મંગલ – ગાથા ૧૪૧માં સમોવસરણ જિન પુજઈ સહીં દ્વારા કર્યું છે.
અંતિમ મંગલ – ૫૬૪મી ગાથા દ્વારા કર્યું છે. તપગચ્છનાયક મ્યુભ સુખદાયક, ઉપશમરસનો દરિઓજી, તેહ તણા પદપંકજ પુજી રાસ પુજાવિધિ કરિઓજી. પ૬૪
460 * જૈન રાસ વિમર્શ