________________
મોટે રાગ ગાવાનું નાનું કથાનક, ખરી બનેલી વાર્તાની કવિતા, એક પ્રાકૃત કાવ્ય પ્રબંધ જેમ કે ચંદ બારોટનો પૃથ્વીરાજ રાસ કે રાસો.
વિશ્વકોશ મુજબ – રાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર.
સાહિત્યકાર પ્રો. વિજયરાય વૈદ્ય અનુસાર રાસ કે રાસો' એટલે પદ્યમાં રચાયેલું ધર્મ વિષયક કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય તેવું પણ સમકાલીન દેશ સ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબું કાવ્ય.
સાહિત્યરસિક ડૉ. ચંદ્રકાંત મહેતાના મતે રાસા ઇતિહાસ જાળવી રાખે છે, સમાજજીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ આપે છે. વાર્તા કહે છે, મુક્તકો દ્વારા સંસારજ્ઞાન આપે છે અને સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતા. તેમ જ શ્રાવક કાવ્યો પણ હતા.
આમ રાસાસાહિત્ય એ માહિતી પ્રધાન, ઇતિહાસને જાળવનાર, ધર્મબોધ આપનાર અને સુખદાયક જીવન જીવવાની કળા શીખવનાર પદ્ય પ્રકાર છે. રાસાસાહિત્યનો પ્રારંભ – સચવાયેલી માહિતીઓને આધારે પ્રથમ જે રાસ પ્રાપ્ત થાય છે તે શાલિભદ્ર સૂરિએ ઈ.સ. ૧૧૮૪ માં રચેલો ભરતેશ્વર બાહુબલિ રાસ' છે. વીરરસ પ્રધાન ૨૦૩ કડીનું સંક્ષિપ્ત કથાપ્રસંગવાળું છે. ભીમદેવ-વસ્તુપાળ-તેજપાળના સમયમાં રચાયું છે. ત્યાર પછી ૧૬ વર્ષે કવિ આસિંગકૃત જીવદયા રાસ સં. ૧૨૫૭ જાલોર પાસેના સહજિગપુરમાં રચાયો ત્યાં પછીના બસો વર્ષના ગાળામાં એટલા રાસો રચાયા છે કે પ્રખર વ્યાકરણ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી આ યુગને “રાસાયુગ' કહે છે.
એ ગાળામાં અનેક જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. વિવિધ કાવ્યપ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર એ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. માટે તે રાસાયુગ કહેવાય છે. એ સમયે રાસાનું કદ અને કથાવસ્તુનું ફલક પણ વિસ્તાર પામ્યું તેમ જ માત્ર ચુસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતા ચારિત્ર ઉપરાંત ઇતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી વિકસ્યું.
રાસાનું વર્ગીકરણ - મુખ્યત્વે ચાર પ્રકારના રાસ છે.
કથાત્મક, તીર્થાત્મક, ઉપદેશાત્મક, પ્રકીર્ણ એમાં પ્રકીર્ણ રાસના મુખ્યત્વે ચાર પ્રકાર છે (૧) તાત્ત્વિક રાસ-તત્ત્વનું વર્ણન હોય તેવા (૨) સ્તુત્યાત્મક
458 * જૈને રાસ વિમર્શ