________________
ત્યારે સ્પષ્ટ થાય છે. કે તેનું સાહિત્યિક મૂલ્યાંકન કેટલું ઊંચું છે. આ કૃતિમાં પ્રથમ તેનું મંગલાચરણ, સરસ્વતીવંદના, તેમાં આવતા વિવિધ પાત્ર રસનિરૂપણ, વર્ણનો, અલંકારો, કહેવતો, રૂઢિપ્રયોગો, સુભાષિતો હરિયાલી, વિવિધ છંદો, દેસીઓ, રાગ-રાગિણીઓ, ભાષા શૈલી, સમાસો આદિ શબ્દવૈભવ તેમ જ શીર્ષકની યથાર્થતા વગેરે સાહિત્યિક ગુણોથી સભર દૃષ્ટિગોચર થાય છે. આ રાસ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચાયો છે. કવિ ઋષભદાસે રાસની જમાવટ કરવામાં જે ચાતુર્ય, કલ્પનાશક્તિ, શબ્દપ્રયોગ, માધુર્ય, અલંકારો, છંદો, ભાષાશૈલી, વર્ણનો વગેરેનો પ્રયોગ કર્યો છે. તે ખરેખર તેમની કવિ કવિત્વશક્તિને બિરદાવે છે. તેમનું સ્વ-પર શાસ્ત્રજ્ઞાન તેમ જ સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ વિષયકાન તેમની વિદ્વત્તાનાં દર્શન કરાવે છે.
ઐતિહાસિક દૃષ્ટિથી પણ તેમની આ કૃતિમાંથી તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક આદિ પરિસ્થિતિઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ જ લોકસંસ્કૃતિની પણ ઝાંખી કરાવે છે. “ગાગરમાં સાગર'' જેવી આ કૃતિમાં જૈન દર્શન અનુસાર ચારે-ચાર અનુયોગોનો સમાવેશ થાય છે.
“વાંચન વેંચાવઈ નર કોય, લખઈ લખાવઈ શ્રાવક સોય, ભણઈ ભણાવઈ આદર કરઈ તે માનવ પંચમ ગતિ વઈ.”
456 * જૈન રાસ વિમર્શ