________________
અને ક્રોધાદિ કષાયનો ત્યાગ કરવો તે ભાવ સંલેખના અંતકાળે શ્રાવક સંયમ ન લઈ શકે તેણે સંલેખના કરી શુભ તીર્થે જઈ અનશન કરે. કહ્યું છે કે,
મોટા પુષ્પમુનિ એમ કહઈ તપનીતિ પંચમ ગતિ લહઈ ધ્વનિ ભોગ પુજાઈ રાજ, અણસણથી હરી હોઈ આજ’
આવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય તોપણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય, એવું આગમ વાચન છે. તેમ જ લૌકિકશાસ્ત્રમાં પણ તેનું મહત્ત્વ બતાવ્યું છે.
અંતમાં કવિ દિનકૃત્યાદિનું ફળ દર્શાવતાં કહે છે કે ઉપર કહેલ દિન કૃત્ય આદિ છ દ્વારવાળો શ્રાવકનો જે ધર્મવિધિ તેને નિરંતર જે શ્રાવકો સમ્યક્ પ્રકારે પાળે તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂત પણે સુખની પરંપરા રૂપ મુક્તિસુખ જરૂ૨ પામે છે.
નિષ્કર્ષ :
આ શ્રાદ્ધવિધિરાસમાં કવિ ઋષભદાસે સવારે ઊઠે ત્યારથી માંડી રાતે સૂએ ત્યાં સુધીમાં એક શ્રાવક જે જે કાર્ય કરે તે ક્યારે કેવી રીતે? કેવી સાવધાનીથી કરવા. ઇત્યાદિ વાતો દૈનિક કર્તવ્યોમાં બતાવી છે. આ જ રીતે રાત વગેરેમાં જાણવું. એમાં કેટલીક વાતો આ ભવ માટે ઉપયોગી છે. કેટલીક વાતો પરભવ માટે, કેટલીક વાતો સારી રીતે જીવવા માટે જરૂરી છે. તો કેટલીક વાતો સજ્જન તરીકે જીવવા કેટલીક વાતો પોતાને અપેક્ષીને છે. તો કેટલીક વાતો બીજા સાથેના વ્યવહારને અપેક્ષીને છે. કેટલીક વાતો માનવતાની મહેક માટે આવશ્યક છે. તો કેટલીક વાતો શ્રાવકની શ્રદ્ધા માટે આવશ્યક છે. આધિ-વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા માનવીને સાચો રાહ દેખાડનાર આ રાસને લાઈફ મેનેજમેન્ટ કોર્સ પણ કહી શકાય.
શ્રાવકના જીવનની જન્મથી લઈને નિર્વાણ સુધીની દરેક આત્મલક્ષી ક્રિયાઓનું સચોટ માર્ગદર્શન આલેખી આ રાસ ભાવપક્ષે સફળ રહ્યો છે. તેવી જ રીતે આ રાસનું સાહિત્યિક સ્તર પણ એટલું જ ઊંચું છે. કોઈ પણ કૃતિના પ્રતિપાદ્ય વિષયને અનુરૂપ ભાષા-શૈલીનો તેમ જ તેના ભાવોને તાદશ્ય કરવા તે તેના સાહિત્યક સ્તરના મૂલ્યાંકનની કસોટી છે. આ દૃષ્ટિથી જ્યારે આપણે કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિવાસનું અવલોકન કરીએ છીએ
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 455