________________
પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા વગેરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારે એક વ્યક્તિ પ્રતિષ્ઠા, ક્ષેત્ર, પ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા તે અનુક્રમે એક, ચોવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી. પ્રતિષ્ઠા કર્યા પછી બાર મહિના સુધી ઉત્તરોત્તર વિશેષ પૂજા તેમ જ વર્ષગાંઠને દિવસે સાધાર્મિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવાં. દાન આપવું.
આઠમા દ્વારમાં પુત્રાદિનો દીક્ષા મહોત્સવનું વર્ણન કર્યું છે. પુત્ર, પુત્રી ભાઈ, ભત્રીજા, મિત્ર આદિની દીક્ષા તથા વડીદીક્ષાનો ઉત્સવ ઘણા ઠાઠથી ઊજવવો. અહીં કવિએ ભરતમહારાજાનું તેમ જ શ્રીકૃષ્ણનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ કે
“થાવચાં સંયમ આદરઈ, કૃષ્ણ દેવ તવમોહોછવ કઈ સાખલ પુણ્ય કહ્યાઉ છઈ એહ, સંયમ ફ્લનો નાવઈ છેહ.”
દીક્ષા અપાવવી એ ઘણું પુણ્યનું કામ છે. શ્રીકૃષ્ણે તથા ચેટક રાજાએ પોતાની સંતતિને નહિ પરણાવવાનો નિયમ લીધો હતો. આ વાતનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે.
નવમા દ્વારમાં પદસ્થાપનાનું વર્ણન કર્યું છે. પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય વગેરે જે યોગ્ય હોય તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને માટે ઘણાં ઉત્સવથી કરાવવી. અહીં કવિએ ઇદ્રનું તેમ જ વસ્તુપાળ મંત્રીનું દૃષ્ટાંત આપ્યું છે. અનુક્રમે ઇન્દ્ર પોતે ગણધ૨પદની તેમ જ વસ્તુપાળ મંત્રીએ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી.
દસમા દ્વારમાં શ્રુતભક્તિ કેવી રીતે કરાય તેનું વર્ણન કર્યું છે. શ્રાવકે આગમ જિનેશ્વર ભગવાનના ચરિત્ર વગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્ય વડે શુદ્ધ અક્ષર તથા સારા પાનાં વગેરેથી યુક્તિથી લખાવવાં તેમ જ શ્રુતપૂજન વગેરે ઉત્સવો કરવા. અહીં પેથડશાહ તથા થરાદના સંઘવી આબૂ વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે.
અગિયારમા દ્વારમાં પૌષધશાળા શા માટે બંધાવવી અને બંધાવવાથી શું ફળ મળે તેનું વિવેચન કર્યું છે. કવિએ સિદ્ધરાજ જયસિંહના મુખ્યમંત્રી શાન્તનુનું દૃષ્ટાંત આલેખી પૌષધશાળાનું મહત્ત્વ દર્શાવ્યું છે. જેમ કે ઉપાસરો દીધો ગહઈ ગહી. સકલ દાન તેણઈ દીધૂ સહી' આમ પૌષધશાળા
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 453