________________
ભવમાં દુ:ખ ભોગવવું પડ્યું. પરંતુ સ્ત્રીહત્યા જેવા મહાપાપની સમ્યફ પ્રકારે આલોચના કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. આ વાત અર્જુનમાળી, દઢપ્રહારી વગેરેનાં દૃષ્ટાંત આપી સમજાવી છે. આમ અગિયાર દ્વારા વર્ષકૃત્યનું વર્ણન કર્યું છે. જન્મકૃત્યઃ (છઠ્ઠો પ્રકાશ)
પાંચમાં વર્ષય પછી કવિ જન્મકૃત્ય છઠ્ઠા પ્રકાશનું અઢાર દ્વાર વડે આલેખન કરે છે. પ્રથમદ્વારમાં નિવાસસ્થાન કયાં અને કેવું રાખવું? તેની છણાવટ વાસ્તુશાસ્ત્રના આધારે દર્શાવી છે. જ્યાં રહેવાથી ધર્મ અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું. કેમ કે તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે; જેમ કે,
ભીલ પાલી પરછતિ જઈ ન રહઈ, સક ટૂછી જ્યાંહિ રે, માઠી અસર ગુણિકા શમશાનિ ઉત્તમ ન રહઈ ત્યાંહિ રે.”
કુગ્રામ વાસ ન કરવો તે વણિકના દગંત વડે દર્શાવ્યું છે તેમ જ સારા-નરસા પાડોશની લાભ-હાનિનું વિવેચન કર્યું છે. ત્યાર પછી ઘરની ભૂમિની પરીક્ષા કેવી રીતે કરવી તેનું વિસ્તારથી વિવેચન કર્યું છે. સારું સ્થાન, ઉચિત મૂલ્ય આપી ન્યાયથી જ ગ્રહણ કરવું. તેમ જ જિનમંદિરની ઇંટો, લાકડાં આદિ વસ્તુઓનો ઉપયોગ કરવો નહિ. ઘરની દિશા, માપ વગેરે વાસ્તુશાસ્ત્રના આધારે જોવી. કયાં વૃક્ષોથી લાભ અને કયા વૃક્ષોથી હાનિ વગેરેનું વિવેચન કવિએ દર્શાવ્યું છે. અંતમાં વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે વિક્રમરાજાનું તેમ જ મુનિસુવ્રતસ્વામીના સ્તૂપનું કથાનક આપ્યું છે.
બીજા દ્વારમાં ધર્મ અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ થાય તે વિદ્યાઓનું જ્ઞાન અર્થાત્ સર્વ કળાઓનું જ્ઞાન વગેરેનું વિવેચન કર્યું છે. સર્વે કળાઓ શીખવાની શક્તિ ન હોય તો શ્રાવકે એવી એક કળાનો સમ્યફ પ્રકારે અભ્યાસ કરવો કે જેથી આ લોકમાં સુખી અને પરલોકમાં શુભગતિ થાય. અહીં કવિ કાલિદાસનું દષ્ટાંત આપે છે. તેમ જ અટ્ટભટ્ટ ઉપર ગોળાનું દૃષ્ટાંત આપતા જણાવે છે કે
“એહેવિ કલા સીખિ નહી સારી રે વિદ્યા પર ઉપગારી રે સઘલિ વિદ્યા જો ન સીખાઈ રે, સીખો આજીવિકા સુખિ થાઈ રે” અર્થાત્ ઉચિત વિદ્યાનું ગ્રહણ કરવું તેવી શીખ આપે છે.
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત લિવેચન * 451