________________
રાસસ્તુતિરૂપે થયેલો રાસ (૩) પ્રતિમા પ્રતિષ્ઠા રાસ અને (૪) પૂજાત્મક રાસસત્તર-ભેદી પૂજાનો રાસ, અષ્ટપ્રકારી પૂજારાસ તેમ જ ઋષભદાસનો પૂજાવિધિ રાસ.
રાસમાં વિષયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય હોય છે. રાસસાહિત્યમાં એક સાથે મહત્ત્વના અંશોનો અનોખો સંગમ જોવા મળે છે. એમાં કથા, કવિતા, નૃત્ય, ગીત, સંગીત, બોધ-ઉપદેશ વગેરે છે. એમાંથી માનવભવ સાર્થક કરવા માટેની સરસ પ્રેરણા પણ મળે છે. આ ધરતી પરનું માનવજીવન ફોગટ ફેરો ન બને અને ચોરાશી લાખનું ચક્કર સતત ફરતા રહેવું ન પડે એ માટેની ઉત્તમ બોધમય વ્રત તપ આદિ અનુષ્ઠાનની પ્રવૃત્તિનું સચોટ નિરૂપણ રાસમાં મળે છે.
આવા રાસ સાહિત્યની સૃષ્ટિ પર દૃષ્ટિ નાખતા ૧૬મી ૧૭મી સદીના સમૃદ્ધ સાહિત્યવારસા પર નજર કરી ધ્યાનપૂર્વક અધ્યયન કરીએ તો આયુષ્ય ઓછું પડે એટલી અઢળક કૃતિઓ છે. અનેક વાણીવિદ્દ સંત મહાસંતની કૃતિઓમાંથી મેં સંત નહિ પણ જિનભક્તિ, શ્રમણ નહિ પણ શ્રાવક, અણગાર નહિ પણ આગાર એવા ખંભાતના ગણ્યકોટીના મધ્યકાલીન સાહિત્યના સાધક, સરૂપાદે સુત ઋષભદાસ સાંગણ મહિરાજ સંઘવીની અપ્રગટ કૃતિ પૂજાવિધિ રાસ' પર પસંદગી ઉતારી છે. પૂજાવિધિ રાસ
(૧) શીર્ષકની સાર્થકતા – પૂજા એટલે ઈશ્વર કે કોઈ દેવી દેવતા પ્રતિ શ્રદ્ધા, સન્માન, વિનય અને સમર્પણનો ભાવ. એ ભાવને પ્રકટ કરવા માટે જે ક્રિયા કરવી જોઈએ કે કરવામાં આવે તેનું નામ વિધિ. રાસ એટલે એક કાવ્યપ્રકાર. આ કૃતિમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમા સમક્ષ કેવી રીતે ઉપસ્થિત થવું, તેમ જ પૂજાના વિચારથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ તથા આશાતનાથી કેમ બચવું? અને નાના દોષ લાગવાથી કેવા કર્મબંધન થઈ શકે છે - તે કેવી રીતે ઉદયમાં આવે છે એ દૃષ્ટાંત સહિત રાસ સ્વરૂપે બતાવ્યું છે તેથી એનું નામ પૂજાવિધિ રાસ સાર્થક છે.
(૨) રાસનું બંધારણ – પ્રસ્તુત રાસ ૧૬ ચોપાઈ, ૧૩ દુહા, ૧૩ ઢાલ અને કુલ પ૬૬ ગાથા યુક્ત છે.
કોઈ પણ રચનાકાર પોતાની કૃતિની રચના કરે છે. ત્યારે પ્રાયઃ કરીને
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ' * 459