________________
હુંઈ ઘણિ સીતાદિક સતી, સુલતામાંહિ દૂષણ નહી રતી તેણઈ કારણિ એ શ્રાવિકા ધ્યન, ચોથો સંઘએ કહું રતન”
ત્રીજા દ્વારમાં કવિ તીર્થયાત્રા, રથયાત્રા અને અઠ્ઠાઈયાત્રા એ ત્રણ યાત્રાઓનું વર્ણન કરે છે. સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે અઠ્ઠાઈયાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. સંપ્રતિ રાજા તથા કુમારપાળ રાજાએ કરેલી ભવ્ય રથયાત્રાનું દૃષ્ટાંત દર્શાવ્યું છે. શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોમાં સમ્યક્ત શુદ્ધિ માટે જવું તે તીર્થયાત્રા કહેવાય. તેની વિધિનું વર્ણન વિસ્તારથી આલેખ્યું છે.
ચોથા દ્વારમાં જિનમંદિરમાં સ્નાત્ર મહોત્સવ ધામધૂમથી કરવા તેનું વર્ણન કર્યું છે. વિવિધ પ્રકારી પૂજાના ભેદ દર્શાવ્યા છે. જેમ કે એકવીસ પ્રકારે પૂજા, સ્તરભેદી પૂજા, અષ્ટપ્રકારી પૂજા તેમ પંચપ્રકારી પૂજા ઉત્કૃષ્ટમધ્યમ અને જઘન્ય પૂજાના આ ત્રણ પ્રકારમાં સર્વ પૂજાના સર્વ પ્રકારોનો સમાવેશ થઈ જાય છે. ઉત્કૃષ્ટ મહાપૂજા ખૂબ જ ધામધૂમથી કરાય છે. તે દર્શાવ્યું છે. શ્રાવકે વર્ષે એક વાર શક્તિ પ્રમાણે જિનમંદિરમાં પૂજા ભણાવવી.
પાંચમા દ્વારમાં કવિએ માળા પહેરવી, ઇંદ્રમાળા વગેરે પહેરી પહેરામણી કરવી, ધોતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની ઉછામણીપૂર્વક આરતી ઉતારવી વગેરે ધર્મકૃત્યો કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તેનું વર્ણન કર્યું છે. સોરઠદેશના વતની જગડુશાનું દäત આપ્યું છે. જેમકે,
થઈસાદીક રુપ ઈઉ જેહ, સોવન રત્નનર મુકઈ જેહ થોડું થોડું મુકઈ સદા, નહી કરિ એકદા મુકઈ કદા”
જગડુશાએ ત્રણ રત્નો સુવર્ણજડિત કરી કંઠાભરણ તરીકે આપ્યાં હતાં. આમ દેવદ્રવ્યની વૃદ્ધિ કરી હતી.
છઠ્ઠા દ્વારમાં મહાપૂજાનું તેમ જ સાતમા દ્વારમાં ધર્મ જાગરિકાનું વર્ણન કર્યું છે. જાતજાતના ચંદરવા, દીપક, જંગલૂછણાં, ઊંચું ચંદન વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દર વર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમ જ શ્રાવકે ઉત્તમ આંગી, આભૂષણ, કેલિઘર વગેરેની રચના કરી. વિવિધ પ્રકારનાં ગાયન નૃત્ય વગેરે ઉત્સવ વડે મહાપૂજા તથા ધર્મજાગરિકા અર્થે રાત્રિજાગરણ કરવા.
આઠમા દ્વારમાં શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા કરવી તેનું વિવેચન કર્યું છે. શ્રાવકે શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુ વડે સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન + 449