________________
પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે. તે પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તપાચાર અને વીર્યાચારના દ્રવ્યાદિના ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ લેવા. ચોમાસાના નિયમ ઉપર કવિએ વિજયસેન રાજાના રાજકુમારનું દૃષ્ટાંત દર્શાવ્યું છે. રાજકુમારે પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પછી ઘણા નિયમો પાળી સ્વર્ગ ગયો. ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આમ કવિએ કથાનક દ્વારા ચોમાસા સંબંધી નિયમનું મહત્ત્વ સમજાવ્યું છે.
ચાતુર્માસિક કૃત્યો અંગ લૌકિક શાસ્ત્રોનું સમર્થન કવિએ સુભાષિત દ્વારા આલેખ્યું છે. જેમ કે,
સંવર ક૨વો સહી કહ્યો, શઈવ શાસ્ત્ર સુ યાંહિ વિસીષ્ટ ઋષિ બોલ્યા આસ્યુ, તજિ ચોમાસું મહિ” મદિરામંથી મૂલી તજઈ, ગાજરનિં વંત્યાક.
ચોમાસામાં મૌન ભોજન તથા બીજા નિયમ રાખવા ઇત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં પણ દર્શાવ્યું છે. આમ ચાતુર્માસિક કૃત્યમાં નિયમોનું પિરમાણ કરી આરાધના કરવી તેનું આલેખન થયું છે.
વર્ષકૃત્ય : (પંચમ પ્રકાશ)
ચોમાસી કૃત્ય પછી કવિ વર્ષકૃત્યનું આલેખન અગિયાર દ્વાર વડે કરે છે. પ્રથમ દ્વારનું નિરૂપણ કરતા કહે છે કે શ્રાવકે દર વર્ષે જઘન્યથી એક વાર પણ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરવી. સંઘપૂજા ત્રણ પ્રકારની છે : વસ્તુપાળમંત્રી તેમ જ દિલ્હીના જગસીશેઠના પુત્ર મહણસિંહનું દૃષ્ટાંત આપતાં કહે છે તેમણે ખૂબ જ ધન વાપરી સંઘપૂજા કરી હતી. સર્વસંઘને માત્ર સૂત્ર વગેરે આપે તોપણ ઘણો લાભ થાય. બીજા દ્વારમાં સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ બનાવ્યું છે. સર્વે ધાર્મિક કે ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે આદર-સત્કાર કરવો. પોતાના પુત્ર વગેરેના જન્મોત્સવવિવાહ હોય તો સર્વે ધાર્મિક ભાઈઓને બોલાવવા. તેઓ કદાચ કોઈ વખત મુશ્કેલીમાં હોય તો મદદ કરવી. તેમ જ વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં જોગ મળે તેમ જોડવા શ્રાવિકાઓનું વત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. જે ચતુર્વિધ સંઘનું ચોથું અંગ છે. અહીં કવિ શ્રીની પ્રશંસા રૂપે આલેખે જેમ કે,
448 * જૈન રાસ વિમર્શ