________________
તિણઈ દિવસિ શુભ કર્મ બંધાય, બંધ આઉષનો પણિ થાય, પરતિથિ તણઈ ક૨વો ધર્મ, શમઈ કસ્યઉ તે ફ્લ દઈ ૫૨મ
કવિ અન્ય દર્શનમાં પણ પર્વતિથિનું મહત્ત્વ બતાવી. પર્વના દિવસે પૌષધવ્રત કરનાર ધનેશ્વર શેઠનું કથાનક વિસ્તારથી દર્શાવે છે. શેઠની આરાધના જોઈને ખેડૂત ધોબી અને ઘાંચી પણ પર્વને દિવસે ધર્મ અનુષ્ઠાન કરી સમ્યક્ત્વધારી બન્યા. અનુક્રમે મરણ પામી દેવલોક ગયા. ત્યાંથી ત્રણે જણા રાજકુળમાં જન્મ્યા. જાતિસ્મરણ જ્ઞાન થવાથી ત્રણે રાજાઓએ દીક્ષા લઈ ૫૨મપદને પ્રાપ્ત કર્યું. કવિએ પર્વના દિવસે આરાધના કરવાનું બતાવી તેનું વિશેષ મહત્ત્વ તૃતીય પ્રકાશમાં આલેખ્યું છે.
ચાતુર્માસિક કૃત્ય : (ચતુર્ય પ્રકાશ)
કવિ ચાતુર્માસિક કૃત્યનું વર્ણન કરતાં દર્શાવે છે કે જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય તેણે દરેક ચોમાસામાં પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું જેણે રિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ લેવાં. વર્ષાઋતુમાં જીવોની ઉત્પત્તિ વિશેષ થતી હોવાને લીધે જીવોની ઘણી વિરાધના થાય છે. માટે ઉચિત નિયમ ગ્રહણ કરવા જેમ કે વરસાદ થવાથી ઈયળો વગેરે પડવાને લીધે રાયણ આંબા વગે૨ે ફળનો ત્યાગ કરવો.
કવિએ બે પ્રકારના નિયમ દર્શાવ્યા છે એક દુઃખે પળાય એવા તથા બીજા સુખે પળાય એવાં ધનવંત માટે સચિત રસનો ત્યાગ સામાયિક વગેરે દુઃખે પળાય, પરન્તુ પૂજા, દાન વગેરે સુખે પળાય. જ્યારે દરિદ્ર માટે એનાથી ઊલટું છે. તેમ છતાં નિયમ તો શ્રાવકે જરૂર લેવા. અહીં શ્રીકૃષ્ણ તેમ જ કુમારપાળ રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. અછતી વસ્તુનો નિયમ લેવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે એ દર્શાવતાં દ્રમકમુનિનું દૃષ્ટાંત કવિએ આલેખ્યું છે. વિરતિમાં મોટા ફળનો લાભ છે અને અવિરતિપણામાં ઘણા કર્મધનાદિ હોય છે. માટે વર્ષાકાળમાં વિશેષે કરી નિયમો આદરવા. ઘરના કાર્યમાં જયણા રાખવી. તેમ જ યત્નપૂર્વક કરવા. તેવી જ રીતે ઉપધાન માસક્ષમણથી, વિશસ્થાનક વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ પ્રમાણે કરવી. પર્વમાં વિગઈનો ત્યાગ, પૌષધઉપવાસ કરવો. દરરોજ અતિથિ સંવિભાગનો લાભ લેવો.
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 447