________________
(ભાવશ્રાવક) સમાચારી રૂપે ષટ્રોલ પ્રકાશ)નું વિવેચન કરેલ છે. (૧) દિન-નૃત્ય : પ્રથમ પ્રકાશ)
કવિ ઋષભદાસે છ કૃત્યમાંથી પ્રથમ દિનકૃત્યનું વર્ણન વિસ્તારપૂર્વક આલેખ્યું છે. શ્રાવકે પાછલી પહોર રાત્રિ રહે ત્યારે અથવા સવાર થતાં વહેલાં ઊઠવું. ઊઠીને પ્રથમ નવકારમંત્રનું સ્મરણ કરવું પરંતુ એની પહેલા રાત્રિ દરમિયાન કાંઈ પણ કાર્ય કરવા પડે તો ધીમેથી કરવા. વાતચીત આદિ પણ ધીમેથી ક૨વી કેમ કે અવાજથી જાગી ગયેલાં અનેક જીવો હિંસાના કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. જેને કા૨ણે દોષોનો ભાગી બનવાથી અનર્થદંડની પ્રાપ્તિ થાય. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી નવકારનું ઉચ્ચારણ કરતાં ધર્મજાગરિકા કરવી કે હું કોણ છું? મારો ધર્મ ક્યો? મારા દેવ કોણ? મારા ગુરુ કોણ? મેં શું કર્યું અને શું કરવાનું બાકી છે? એવું વિચારીને પોતાના કુળને યોગ્ય નિયમાદિ કરવા ત્યાર પછી સુખાસને બેસી એકાગ્રતાથી કમળબંધ નંદાવર્ત આદિ રીતથી નવકાર ગણવા. નવકાર ગણવાની વિવિધ રીતોનું વર્ણન તેમ જ તેનાથી થતા લાભો અને તેનું શું ફળ મળે? તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. સ્વપ્નવિચાર શાસ્ત્ર અનુસાર દુઃસ્વપ્ન, સુસ્વપ્ન તેમ જ શુભ-અશુભ ફળ વિષે માહિતી દર્શાવી છે કે જે તેમનું સ્વપ્નશાસ્ત્ર વિષેનું જ્ઞાન દર્શાવે છે. પ્રાતઃકાળે પુરુષે જમણો હાથ અને સ્ત્રી પોતાનો ડાબો હાથ પુણ્યપ્રકાશક હોવાથી જોવો એવું માર્ગદર્શન આપ્યું છે ત્યાર પછી વૃદ્ધ માતા-પિતા વગેરેને નમસ્કાર કરવા ત્યારપછી પ્રતિક્રમણ સામાયિક આદિ કરી ચૌદ નિયમ કરવા. સચિત-અચિત આદિ વસ્તુનું સ્વરૂપ બતાવી તેના નિયમ લેવાની વિધિ પણ વિસ્તારથી દર્શાવી છે ત્યારબાદ દાતણવિધિ, સ્નાનવિધિ, વાળ ઓળવા, હજામત આદિ ક્રિયાઓ શાસ્ત્ર અનુસાર તેમ જ લૌકિકશાસ્ત્ર અનુસાર દર્શાવી છે, આ ઉપરથી કવિને અન્ય શાસ્ત્રનું જ્ઞાન પણ હશે તે સમજાય છે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી જિનમંદિરે જઈ દેવપૂજા ઉત્તમ દ્રવ્યોથી કરવી. જિનમંદિરમાં જતા પહેલા રાજા તથા શ્રાવકે પાંચ અભિગમ સાચવવા તેમ જ જિનમંદિરની ઉત્કૃષ્ટ ચોર્યાશી આશાતના પણ ટાળવી. આ રીતે જિનપૂજા કરી ગુરુ પાસે જઈ પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરવી. ગુરુવંદનનું ફળ દર્શાવતા કવિ કહે છે.
440 * જૈન રાસ વિમર્શ