________________
વૃત્તિ' તેમ જ બીજા ઘણા શાસ્ત્રોના આધારે કરી છે એમ કવિ પોતે જ આ રાસને અંતે જણાવે છે. કવિએ રચેલા ચોત્રીસ રાસાઓમાંથી આ એક નોંધપાત્ર રાસકૃતિ છે. મુખ્યત્વે દુહા, ચોપાઈ, ઢાલ, કુંડલિયા તેમ જ વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૬૩૭ કડીની દીર્ઘ રચના છે. કવિ ઋષભદાસ એક તો કર્મે અને ધર્મ જૈન હતા. તેમના આચાર અને વિચારમાં જૈનધર્મના સંસ્કાર દેખાય છે. આ જ સંસ્કારના પડઘા તેમની આ કૃતિમાં આબેહૂબ પડે છે.
કવિ ઋષભદાસ રાસનો આરંભ પરંપરા અનુસાર મંગલાચરણ રૂપે માતા સરસ્વતી દેવીની સ્તુતિ તેમ જ ચરમ તીર્થકર શ્રી વીરજિનેશ્વરને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણ યોગથી વંદન કરીને કરે છે. રાસની શરૂઆતમાં જ અનુબંધચતુટ્ય દર્શાવ્યું છે. અર્થાત્ રાસ રચનારૂપ કાર્યમાં કારણભૂત વિષય, પ્રયોજન, સંબંધ અને અધિકારી તે અનુબંધચતુષ્ટય કહેવાય. વિષય તરીકે શ્રાવક સમાચારીના પર્ બોલ- (૧) દિનકૃત્ય (૨) રાત્રિકૃત્ય (૩) પર્વકૃત્ય (૪) ચાતુર્માસિક કૃત્ય (૫) વાર્ષિક કૃત્ય અને (૬) જન્મ કૃત્ય કે જે રાજગૃહી નગરીમાં શ્રી અભય કુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકારેલા પ્રયોજન – શ્રાવક જનોના ઉપકાર માટે સંબંધ-રાસ અને વિષય વચ્ચે વાચ્ય વાચક ભાવ. અધિકારી – એટલે (૧) ભદ્રક પ્રકૃતિ (૨) વિશેષ નિપણમતિ (૩) ન્યાયમાર્ગમાં પ્રેમ અને હજી દઢ પ્રતિજ્ઞ આવો ચાર ગુણ યુક્ત શ્રાવક ધર્મને યોગ્ય જણાવ્યો છે. તેનાથી વિપરીત દષ્ટિરાગી, ધર્મદ્વિષી તેમ જ મૂર્ખને ધર્મ માટે અયોગ્ય ગણ્યાં છે. તે અનુક્રમે ભુવનભાનુ કેવલી, વરાહમિહિર અને કણબીપુત્રના કથાનક દ્વારા સમજાવ્યું છે. વિવિધ પ્રકારે શ્રાવકને ભેદપ્રભેદ બતાવ્યાં છે. જેમ કે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવશ્રાવક, ચંડપ્રદ્યોત રાજાના વચનથી વેશ્યા દ્રવ્યશ્રાવિકા બની હતી તે દષ્ટાંતનું આલેખન કરી ભાવશ્રાવકના ત્રણ પ્રભેદ-દર્શન-વ્રત અને ઉત્તરગુણશ્રાવક બતાવી, ઉત્તર ગુણ શ્રાવકના તેરસો ચોરાસી કરોડ, બારલાખ, સત્યાસી હજાર, બસો ને બે ભાંગા થાય તેનું વિવેચન કરી અનુક્રમે શ્રેણિકરાજા, સુરસુંદરકુમાર શેઠની સ્ત્રીઓ તેમ જ આનંદ કામદેવનાં દૃષ્ટાંતો વડે પ્રકાશ પાડ્યો છે. ઠાંણાંગસૂત્ર પ્રમાણે પણ શ્રાવકના ચાર પ્રકાર દર્શાવ્યા છે. દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભયોગથી અસ્પ્રકારના કર્મ સમયે સમયે પાતળા કરે, ઓછા કરે તેમ જ સાધુ-સંતો પાસેથી સમ્યક સમાચાર સાંભળે તેને શ્રાવક કહેવાય. આવો શ્રાવક શાસ્ત્રોક્ત એકવીસ ગુણથી યુક્ત હોય તેનું કથન કરી શ્રાવકની
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન +439