________________
છે પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તો માનવ જે કાંઈ કૃત્ય કરે તે સર્વ તેનું નકામું છે લોકમાં પણ આહાર માફક શરીઅકૃતિ બંધાય છે આ વાત કવિએ રૂઢિપ્રયોગ શૈલીમાં આલેખી છે જેમ કે :
જમ્યો આહાર તસ્યો ઉઢકાર, માહિષી દૂધિ અશ્વઅભાર ગાય તણઈ દૂધિ ભલતુરી, આહાર તિણિ સુધિ રાખો ખરી.
આમ વચ્ચે વચ્ચે રૂઢિપ્રયોગે તેમ જ કહેવતો રાસને રસભર બનાવે છે જે કવિની કવિત્વશક્તિનું કૌશલ્ય બતાવે છે વ્યવહાર શુદ્ધિ ઉપર ધનમિત્રની કથા દર્શાવી છે. આજીવિકા અર્થે સાત ઉપાયનું આલેખન કરી દરેક ભેદ-પ્રભેદ બતાવ્યા છે તેમ જ ધન આપતાં સાક્ષી રાખવી, થાપણ કેમ રાખવી, પરદેશ આદિમાં વ્યાપાર અંગે તેમ જ પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનોનું આલેખન કર્યું છે જેમકે :
તુ મમ સુજે ના સમશાની શતિ તરુઅતલઈ નહી માની મ કરી સર્વ તહો વસ્વાસ સર્વથકી મમ પામીશ હૌસા
તેમ જ પરદેશમાં વધુ ન રહેવું તે ઉપર કાષ્ટી શેઠની વાર્તા કહી છે. તેનો સારાંશ એ છે કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકારની ઋદ્ધિ કહી છે. દાન તથા ભોગના કામમાં ન આવે અને અનર્થ ઉત્પન્ન કરે તે પાપઋદ્ધિ કહેવાય તેનું વિવેચન સદષ્ટાંત કર્યું છે. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી દાનની ચૌભંગીનું વર્ણન કરી અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર રંકશેઠનું દષ્ટાંત સવિસ્તાર આલેખ્યું છે
‘હિતોપદેશમાલામાં કહ્યું છે કે જે માનવ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ આમાંથી કોઈને પણ પ્રતિકુળ આવે તેવી વાત જો વર્ષ તો તે સમકિત અને ધર્મ પામે છે. આ વાત આચરણ (કર્મ) ના નવભેદ પણ સુભાષિતો દ્વારા આલેખ્યાં છે ઉચિત આચરણથી લોકમાં સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય ચે જેમકે :
ઉત્તમ ચૂકઈ નહી કદા સઘલઈ રાખી લાજ નાતિ ઊચિત પણિ જાળવઈ જાતિ વડી જગ્યા આજ સાથે સાથે ઉત્તમની ઓળખ દર્શાવતા કહે છે કે :
442 * જૈન રાસ વિમર્શ