________________
નીચ ગોત્ર તે ખેપવઈ રે, ઊંચ ગોત્ર બાહ: કર્મ ગાંઠિ ઢીલી કરઈ રે, તીર્થકરણપણું લહઈ તે હોરે.
આ વાત શ્રીકૃષ્ણ તેમ જ શીતળાચાર્યના દૃષ્ટાંત આપી સમજાવી છે તેમ જ જિનમંદિરમાં ગુરુ પાસે કેમ બેસવું? તેનું વર્ણન કર્યું છે ત્યાર પછી શ્રાવકે નિદ્રા તથા વિકથા વર્જી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. ધર્મેદેશના સાંભળવાથી અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય. મોક્ષની ઈચ્છા થાય દેશવિરતિ અથવા સર્વવિરતિની આરાધના થાય વગેરે અનેક ગુણ પ્રગટે છે જે વિસ્તારથી થાવગ્સાપુત્રના કથાનક દ્વારા દર્શાવ્યું છે. અહીં કવિએ સુભાષિત દ્વારા ક્રિયા અને જ્ઞાનના સુમેળની વાત દર્શાવી છે જેમ કે:
જ્ઞાન ધરઈ કટારિયા ધરઈ મુતિપથ તસ સાર જિમ અંધો નઈ પગલો મલતા પામ્યા પાર
કેમ કે ઔષધ કે ભોજનના જ્ઞાનમાત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ થતી નથી પરન્તુ તેનો ઉપયોગ કરાય તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે
ધર્મદેશના સાંભળી ગુરુ આદિને શાતા પૂછવી પછી ઘરે આવી ભોજન વેળાએ સાધુ-સંતોને વહોરાવવાની ભાવના ભાવવી. સુપાત્ર દાન આપવાથી પુણ્ય થાય છે આ વાત તંગીઆ નગરના શ્રાવકનું દૃષ્ટાંત આપી સમજાવી છે જેમ કે :
આરે આહારનો કહ્યો વીચાર દેતાશ્રાવક સોય સુસાર તુંગીઆ નગરિ શ્રાવક એહ માહાદાતા નર ભખ્યા તેહ
આમ ઉત્કૃષ્ટ જાવક ભોજન આદિનું દાન આપી પછી સચિત આદિ વસ્તુનો ત્યાગ નીવી આયંબિલ, એકાસણું કે બીસણું આદિ ધરીને પછી ભોજન કરે ભોજન કરી નવકાર ગણે. સાથે ભોજન કેમ કરવું તેની વિધિ અને ભોજન પછી પાન-સોપારી ખાવી. આર્યુવેદ શાસ્ત્ર પ્રમાણે પાન ખાવાથી કફ અને વાયુ શાંત થાય તેમજ શરીર બળવાનનો ઉલ્લેખ કર્યો છે ત્યાર પછી ધોયેલા નિર્મળ વસ્ત્રો પહેરીને ધનઉપાર્જન અર્થે શ્રાવક દુકાને જઈ ન્યાયનીતિપૂર્વક વેપાર કરે. વ્યવહારશુદ્ધિથી દેશાદિના વિરુદ્ધનો ત્યાગ કરવાથી ઉચિત આચારનું આચરણ કરવાથી પોતાના ધર્મનો નિર્વાહ કરતાં દ્રવ્યોપાર્જનની ચિંતા કરવી કારણ કે વ્યવહાર શુદ્ધ રાખવો એ ધર્મનું મૂળ
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન + 441