________________
દેવદર્શન, ગુરુવંદન, સુપાત્રદાન, વ્યાખ્યાનશ્રવણ, પ્રભુપૂજા, સચિતઅચિત્તની
ઓળખ ચૌદ નિયમ ધરવાની વિગત વ્યાપારશુદ્ધિ, ઉચિત આચરણ આદિ વિષયોની વિસ્તારપૂર્વક છણાવટ કરી છે
ટિપ્પણી : એડકાક્ષના દૃષ્ટાંત ઉપરથી ખબર પડે છે કે તે સમયે પણ આંખનું પ્રત્યારોપણ થતું હશે જે આજે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાત્રિકૃત્યઃ (દ્વિતીય પ્રકાશ)
કવિ દિનકૃત્ય પછી રાત્રિ કૃત્યનું વર્ણન કરે છે. શ્રાવકે સંધ્યાસમયે અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ સઝાય મુનિરાજની સેવા ઈત્યાદિ કરે. શ્રાવકે અવશય કરવા જેની ક્રિયા એટલે ષડૂઆવશ્યક રૂપ પ્રતિક્રમણ સૂત્રમાં પણ કહ્યું છે કે શ્રાવકે અને સાધુએ રાત્રિના અને દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું કે જે કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું તેમ જ મુક્તિનું કારણ છે. વૈદ્યના ત્રીજા રસાયન ઔષધ સમાન છે. પ્રતિક્રમણના પાંચભેદ : ૧ દેવસી ૨ રાઈય ૩ પમ્બિ ૪ ચોમાસી અને ૫ સંવત્સરી બતાવી તેની વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. પ્રતિક્રમણ કરવા માટે દૃઢ અભિગ્રહ ઉપર દિલ્હીના શ્રાવકનું કથાનક આલેખ્યું છે. પ્રતિક્રમણ કરવાના નિયમમાં તેની દઢતા જોઈને દિલ્હીના બાદશાહે તેને બંદીખાનામાંથી મુક્ત કર્યો અને સન્માન આપ્યું. પ્રતિક્રમણનું ફળ દર્શાવતા કહ્યું છે:
એમ પડિકમણું નર આદરઈ પછઈ સંજાય તે શ્રાવક કરઈ કર્મ ગ્રંથ નિ ઉપદેશમાલ ગણતા થાય હોઈ વીસરાલ
સંધ્યા સમયે દેવસી પ્રતિકમણ કરીને સ્વાધ્યાય કરવો તેના ઉપર કવિએ ધર્મદાસનું દષ્ટાંત આપ્યું છે. જે નિત્ય સ્વાધ્યાય કરવાથી કેવળી બન્યા.
સ્વજનો આદિને ધર્મોપદેશ આપવા વિષે કવિ વર્ણવે છે કે શ્રાવક પ્રતિક્રમણ સામાયિક પાળી મુનિ આદિની સેવા કરી ઘરે આવી પોતાના સ્વજનોને જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ આપે છે. શ્રાવક પોતાની સ્ત્રી પુત્ર વગેરેને સવજ્ઞ પ્રણતિ ધર્મમાં ન જોડે તો તે શ્રાવક આ. લોકમાં તથા પરલોકમાં તેમનાં કરેલાં કુકર્મોથી લેપાય. કવિએ આ ત્રુટકછંદમાં આલેખી છે જેમ કે :
કસ્યઉ પાસિંગ જેહ થાઈ ભુપે મસ્તગિ તે સહી
ભુપનું પરોહીત મસિતગી વારઈ નહી વિધિ સ્વઉ કહી 4A * જૈન રાસ વિમર્શ