________________
સુર સાંમિ પરખીઈ નારી દાતા પરખાઈ હાથિ જાતિ જિભાંઈ પરખાઈ નારી પરખીઈ અાથિ
સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી. પર્વતો ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી તેનું સદૃષ્ટાંત આલેખન કર્યું છે. એક ઉચિત આચરણ ન હોય તે સર્વ ગુણોનો સમુદાય ઝે૨ માફક છે માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડવું અને જે આચરવાથી પોતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં ગણાય છે એવા લૌકિક શાસ્ત્રમાં દર્શાવેલ મૂર્ખના સો લક્ષણ કવિએ પ્રાસાનુપ્રાસ અલંકારમાં વર્ણવ્યા છે જે તેમની શબ્દચાતુર્ય શક્તિનો પરિચય આપે છે, જેમ કે:
સભા થકી ઊઠી સંચરઈ દૂતનિ સંઘેસા વિસ૨ઈ
દલ ઈ ખાસ નિ ચોરી કરઈ કરત કાજિ અન થાલી ભરઈ
જ
આવા મૂરખના લક્ષણ જે છોડે છે તે જ દોષ વગરના માણેકની જેમ શોભે એવો બોધ આપે છે
વિવેક વિલાસગ્રંથ અનુસાર કવિએ વિવેકી પુરુષ અન્ય હિતવચનો પણ ગ્રહણ કરવા જોઈએ એનું સુભાષિતો દ્વારા સુંદર વિવેચન કર્યું છે જેમ કે ઃ
માતાપીતા રોગિ નિં ભ્રાત આચાર્ય પ્રથવીનો નાથ
તપીઉ વિધ પરુણો બાળ મકિરશ વાદ અહીંઆ સુકમાલ
તેમ જ એકલા મુસાફરી કરવી નહિ જળના પ્રવાહમાં સામા જવું નહિ વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહિ વગેરે તેમ જ નીતિશાસ્ત્રમાં કહેલા સર્વઉચત આચરણનો સમ્યક પ્રકારે વિચાર કરવો, યથાશકિત પ્રમાણે દાન આપવું, વ્યવહાર શુદ્ધ રાખવો કે જેનાથી જગમાં યશકીર્તિ વધે.
શ્રાવકે સંધ્યા સમય એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબનો અર્ધોઅસ્ત થતાં પહેલા ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. શ્રાવકે હંમેશાં એકાસણાં કરવાં પરંતુ જેનાથી થઈ ન શકે એમ હોય તેણે રાત્રિભોજનનો ત્યાગ કરવો ચઉવિહાર આદિ દિવસચરમ પરચક્ખાણ કરવા આ પરચક્ખાણ સુખે પળાય તે બહુ ફળદાયી છે. કવિએ અહીં એડકાક્ષનું દૃષ્ટાંત આપી દિવસચચરમ પરચક્ખાણનું મહત્ત્વ સમજાવ્યું છે. અહીં પ્રથમ દિનકૃત્ય પૂરું થાય છે. આમ પ્રથમ નવકા૨ સામાયિક પ્રતિકમણ પછી
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 443