________________
કિવિ ત્રઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ
રાસનું સંક્ષિપ્ત વિવેચન વિવેચક: ડૉ. રતનબેન ખીમજી છાડવા
શ્રાદ્ધવિધિ અર્થાત્ શ્રાદ્ધ એટલે શ્રાવક વિધિ એટલે આચાર. શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક. આવા શ્રાવકે ક્યારે શું કરવું જોઈએ? તેનું સંપૂર્ણ શ્રેષ્ઠ માર્ગદર્શન આપતો રાસ એટલે “શ્રાદ્ધવિધિ રાસ”
જન્મ-જીવન-મરણનો ક્રમ ચાલુ છે. પશુ, પક્ષી, માનવ નારક, દેવ બધા જન્મે છે. જીવે છે. અને આયુષ્ય પૂર્ણ કરી અન્ય ભવમાં ચાલ્યા જાય છે. આ ક્રમ અનાદિ કાળથી ચાલુ છે. અનંતકાળ સુધી ચાલ્યા કરશે. પણ એ જન્મ-જીવન-મરણના પ્રવાહમાંથી અનેક આત્માઓ દેવ-ગુરુ-ધર્મના શરણે રહીને આત્મસાધના કરીને પરમ પદને પામવા સફળ બને છે.
શ્રાવક કુળમાં મળેલ જન્મ જયણામય જીવન જીવવા માટે સહાયક બને છે. અને તેના કારણે સમાધિમય મૃત્યુ પામીને સદ્ગતિ તેમ જ પરંપરાએ પરમ પછી પ્રાપ્ત કરી શકાય છે. શ્રાવક કુળમાં એવી વિશેષતા છે કે જેના દ્વારા આવી શ્રેષ્ઠ સિદ્ધિ થઈ શકે છે. કારણ કે શ્રાવકના જીવનનો વ્યવહાર જ સ્વ-પરોપકારમય હોય છે. જીવન કેવી રીતે જીવવું તે માટે અનેક મહાપુરુષો વિવિધ ગ્રંથોમાં ઉપદેશ આપી ગયા છે. તેમ કવિ ઋષભદાસે શ્રાદ્ધવિધિ રાસમાં ખૂબ જ સરળતાપૂર્વક બાળકની જેમ પા-પા પગલી મંડાવે તેમ શ્રાવકનાં આત્મવિકાસની પા-પા પગલી મંડાવી છે.જે વિવેકી શ્રાવક માટે ખૂબ જ ઉપકારક આ ગ્રંથ છે. શ્રાદ્ધવિધિ રાસના રચનાકાર:
કવિ ઋષભદાસના જન્મ અથવા મરણ વિષેની સ્પષ્ટ માહિતી મળતી નથી પરન્તુ એમની કૃતિઓની રચના ઉપરથી જાણી શકાય છે કે તેમની જન્મ સને ૧પ૭પ અને મૃત્યુ સને ૧૯૩૫ની આસપાસ થયો હશે. આમ ૬૦ વર્ષના જીવનકાળ દરમિયાન તેમણે વિવિધ કૃતિઓનું સર્જન કરી શબ્દદેહથી અમર-પદને પ્રાપ્ત કર્યું છે. તેઓ વસા પોરવાડ જૈન વણિક હતા. તેમના પૂર્વજો મૂળ વીસનગરના વતની હતા. તેમના પિતામહનું નામ મહીરાજ હતું. તેમના પિતાનું નામ સાંગણ હતું કે જેઓ વ્યાપાર અર્થે ખંભાતમાં
કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન * 437