________________
સૂચવ્યું છે.
“સવિ અર્થ સમયમાં ભાષિઆ. ઈમ વિવિધ ત્રિલક્ષણ શીલ રે જે ભાવઈ એહની ભાવના તે પાવઈ સુખ જસ લીલા રે અને છેલ્લે –
“મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતુને જ પ્રકાયું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર
* દ્રવ્યગુણપર્યાયરાસ' વિશે પંન્યાસશ્રી યશોવિજયજીએ સાત ભાગમાં વિસ્તૃત વિચારણા કરી છે, તો આ વિચારણાનો મર્મ બે ભાગમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યો છે. આ પુસ્તકો શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ (ઈલ) દ્વારા પ્રકાશિત થયા છે. આ રાસ વિશે વધુ જાણવાની જિજ્ઞાસાવાળા ભાવકો આ ગ્રંથોનો અભ્યાસ કરી
શકે.
436 * જેન રાસ વિમર્શ