________________
તો અલબત્ત કારણભૂત થશે જ. અંતમાં આ ગ્રંથ ભવ્યજીવોના સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં સહાયભૂત બનો એ જ અભ્યર્થના.
આ ગ્રંથની સમાલોચના કરતાં એમ કહી શકાય કે “વાણી વાચક જસતણી કોઈ નયે ન અધૂરી રે – આ યુક્તિની વિશેષ પ્રતીતિ આ રાસનું અધ્યયન કરનાર કરી શકે છે. “એકની એક વિચારણા જુદા જુદા નયોની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન બોધ કરાવીને સ્યાદ્વાદથી તે સર્વબોધોનો સમન્વય કેવો સુંદરે સાધી શકાય છે. તેનું ભાન આ ગ્રંથ કરાવે છે. આ રીતે આત્મામાં એવા ચૈતન્યનો વિકાસ થાય છે કે જે દ્વારા તે કોઈ પણ વિચારક્ષેત્રમાં ગૂંચવતો નથી અને વિરોધોનો પણ સમન્વય કરે છે. આ દ્રવ્યગુણપર્યાયના રાસનો અભ્યાસ કરવો એ જીવનનું એક ગૌરવ છે. આ ગ્રંથના સુંદર અધ્યયનના અંતે જીવ કોઈ એક વિલક્ષણ ખુમારીનો અનુભવ કરે છે. પોતાની પાસે બહુમૂલ્ય મૂડી છે એવું માને છે, વળી આ ગ્રંથ રાસ રૂપે છે. પણ રચનાનું મહત્ત્વ સરળતાથી કંઠસ્થ કરી શકાય એમ છે. આવા કઠિન અને ગંભીર વિષયને પદ્યમાં ઉતારવા અને રસમય બનાવવા એ કાર્યનું મહત્ત્વ તો અનુભવી જ સમજી શકે.
આ ગ્રંથ પર ગ્રંથકારે દબો રચ્યો છે. તેમાં દાર્શનિક વિચારણાઓ છે. તે મનનીય છે.
દ્રવ્યગુણપયયનો રાસ' – આ સંશોધનાત્મક નિબંધ જીવોને ઉપભોગ્ય છે પણ ઉપયોગી પણ છે.
(૧) માત્ર એકાંતવાદી ક્રિયાકાંડીઓને જ્ઞાનમાર્ગ પ્રત્યે દોરશે. (૨) માત્ર જ્ઞાનમાર્ગીઓને એકાંતવાદ છોડાવશે. (૩) તત્ત્વ જિજ્ઞાસુને શુદ્ધધ્યાન તરફ દોરશે. () વ્યવહારનયની પકડવાળાને નિશ્ચયનય તરફ જોવા પ્રેરશે. (૫) તો માત્ર નિશ્ચયને જ માનવાવાળાને વ્યવહારનયથી સુવિદિત કરશે. (૬) શુષ્ક તત્ત્વજ્ઞાનીને ભક્તિયોગી બનાવશે. (૭) સર્વત્ર જિનવચનની અગત્યની સમજાવશે.
સમગ્ર ગ્રંથ વાંચ્યા પછી અદ્ભુત એવો ઉદ્ગાર પ્રગટ થયા વિના રહેતો નથી.
અમુક અમુક ગાથામાં સુજસકારિણી સુજસવિલાસ, જસકિરતિ, જસ, જસ વિચાર આવા શબ્દો દ્વારા ગ્રંથકારે ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ
દ્રવ્યગુણપર્યાયનો રસ એક પરિચય 435