________________
પછી દુહામાં દ્રવ્યાનુયોગના જ્ઞાનની વિશેષ મહત્તાથી ક્રિયા અને જ્ઞાનમાં સૂક્ષ્મભેદની ચર્ચા છે. ઢાળ પંદરમી | ગીતાર્થ પુરુષોમાં જ્ઞાનની ખૂબી અને સ્તુતિ છે. જ્ઞાનગુણ એ જીવનમાં ઉદ્યોત-પ્રકાશ લાવનાર છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર છે. ભવસાગરમાં જહાજ સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા ખજુ સમાન છે. અને ક્રિયાવિનાનું જ્ઞાન સૂર્ય સમાન છે. જ્ઞાનગુણ યુક્ત ક્રિયારૂપનું મુનિઓ ધન્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જે વિહાર કરે છે. તે મુનિઓ પણ ધન્ય છે. જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરીને જે અજ્ઞાનમાં રચ્યાપચ્યા રહેતા છતાં કપટપૂર્વક ક્રિયા કરી માન વહન કરે છે તે નિર્દોષ માર્ગે નથી. આમ જ્ઞાનદશાની ઉપેક્ષા કરી બાહ્યભાવમાં જ રાચતા મુનિઓને આ ઢાળમાં ઉપાલંભ આપ્યો છે. જેમને તેને કરવા યોગ્ય છે. જ્ઞાનીની વચનથી ઝેર પણ અમૃત બને છે. જ્ઞાનીના કહેવાથી વિષપાન કરનાર પણ તરી જાય છે. અજ્ઞાનીના વચને અમૃત ખાનાર પણ મરે છે. એટલે જ્ઞાન મેળવવા અને જ્ઞાનીના વચનને અનુસરવા પ્રયત્ન કરવો એ માર્ગ છે. પ્રથમ જ્ઞાન અને પછી દયા. પદમે ના તોય || ઢાળ સોળમી
દ્રવ્યાનુયોગનું જ્ઞાન એ સામાન્ય નથી. આ તો બ્રહ્માણી છે અર્થાત્ પરમાત્મા વીતરાગ દેવની પવિત્ર વાણી છે. માટે ગીતાર્થ ગુરુઓ પાસે જ ભણવાનું કહ્યું છે. તુચ્છ બુદ્ધિવાળાને આવા ગંભીર અર્થી અનુયોગ ભણાવવા નહીં એવી પણ આજ્ઞા કરી છે. તે જીવને આવી મહામૂલ્યવાન વસ્તુઓની કિંમત હોતી નથી. પછી કહે છે. આવા ગંભીર અર્થવાળા દ્રવ્યાનુયોગના ઘણા ભાવો તો કેવલી ભગવંત જ જાણે છે. છતાં સંક્ષેપમાં ગુરુગમથી અને અનુભવબળથી કેટલાક ભાવો આ ગ્રંથમાં વર્ણવ્યા છે. આવા દ્રવ્યાનુયોગનું પઠન કરવાથી પાપની શ્રેણી નાશ પામે છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે. દૃષ્ટાંત આપતા કહ્યું છે; તલને જેમ ઘાણી પીલે તેમ ઘનઘાતી કર્મો પિલાય છે. જેને જ્ઞાનમાં રુચિ નથી તે આવા ગ્રંથોની ટીકા-નિંદા કરે છે. પરંતુ જ્ઞાનરુચિ જીવોથી આ ગ્રંથ પણ જૈનશાસનમાં જરૂર પ્રતિષ્ઠા પામશે આમાં અનેક તત્ત્વરત્નો ભર્યા છે. તેને સારી રીતે સાંભળે અને પ્રયત્ન કરશો તો તમને પણ અનેક રત્નો મળશે.
દ્રવ્યગુણપયયનો રાસ : એક પરિચય +433