________________
ઢાળ દશમી
દશમી ઢાળમાં છ દ્રવ્યો, તેની સિદ્ધિ અને ભેદો છે, ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને જીવ અને પુગલ આ છે. દ્રવ્યોનું વર્ણન છે. પ્રથમનાં ૩ દ્રવ્યો એક એક છે, બીજાં ૩ દ્રવ્યો અનંત છે. ધર્મદ્રવ્ય વિષે કહ્યું છે. કે જે તેને ન માનીએ તો સિદ્ધ પરમાત્માની લોકાગ્રે ગતિ જે વિરામ પામે છે તે વિરામ ન પામે પરંતુ અનંત અલોકમાં અનંત ગતિ કર્યા જ કરે છે બરાબર નથી. એવી જ રીતે અધર્માસ્તિ કાય જીવ-પુદ્ગલની નિત્ય સ્થિતિ માટે છે – આવી મુક્તિઓથી આ બે દ્રવ્યોની સિદ્ધિ કરી છે. આ બે દ્રવ્યો લોકકાશ પ્રમાણ છે. ત્યાર બાદ આકાશાસ્તિકાય જે પ્રસિદ્ધ જ છે. અલોકાકાશ નિરવધિ છે. જીવપુદ્ગુણોના પર્યાયસ્વરૂપ કાલ છે. કાળને ઉપચરિત દ્રવ્ય કહ્યું છે. બીજા વિચાર પ્રમાણે જ્યોતિષચક્રના ચાર પ્રમાણે જણાતું અઢી દ્વીપવ્યાપી કાલ એ છઠું સ્વતંત્ર દ્રવ્ય છે. અને તેને માનીએ તો જ છ દ્રવ્યો છે, એ પરમાત્મા-વચન યથાર્થ થાય. દિગંબર સંપ્રદાયની માન્યતા લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાલાણુ છે તેથી અસ્તિત્વ નથી પછી જીવ અને પુદ્ગલ દ્રવ્યનો સંક્ષેપમાં વિચાર કરી આ ઢાળ પૂર્ણ કરેલ છે. ઢાળ અગિયાર
અહીં છયે દ્રવ્યોના ગુણ અને સ્વભાવનું વર્ણન છે. અસ્તિત્વાદિ સામાન્ય ગુણો છે. અને જ્ઞાન-દર્શનાદિ ૧૬ વિશેષ ગુણો છે. તેની ચર્ચા છે. તથા અસ્તિત્વ સ્વભાવ આદિ સામાન્ય સ્વભાવો છે. અને ચેતનતા આદિ વિશેષ સ્વભાવો છે. ૧૧ સામાન્ય સ્વભાવોનું વર્ણન આ ઢાળમાં છે. વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ વગેરે સાધારણ ગુણો છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય – એ આત્માના ગુણો છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર પુદ્ગલના વિશેષ ગુણ એ જ રીતે, ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ દ્રવ્યના પ્રત્યેકના વિશેષ ગુણો છે. અસ્તિત્વ સ્વભાવ તે નિજરૂપે સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવ સ્વરૂપે જેમ પર અભાવે નાસ્તિસ્વભાવ અનુભવીએ છીએ. ઢાળ બારમી
૧૦ શેષ સ્વભાવોનું વર્ણન છે તે પણ જણાવ્યું છે. અમુક ચોક્કસ દ્રવ્યમાં ચોક્કસપણે રહે છે. માટે આ દશ સ્વભાવો વિશેષ કહેવાય છે. દસ સ્વભાવોનાં નામ નીચે પ્રમાણે છે. (૧) ચેતન સ્વભાવ (૨) અચેતન સ્વભાવ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ઃ એક પરિચય *431