________________
નવેય નયનું પૂરું વર્ણન આ ઢાળમાં કરવામાં આવ્યું છે. દષ્ટાંતો સાથે. ઢાળ-સાતમી
દિંગબરમત અનુસાર ૩ ઉપનયો આ ઢાળમાં સમજાવ્યા છે જે નયની સમીપમાં રહ્યા તે ઉપનય. તેના ભેદ-પ્રભેદોનું આમાં વર્ણન છે. ઢાળ આઠમી
દિગંબર માન્ય બે મૂળ નયની વાત આ ઢાળના પ્રારંભમાં કરી છે. અધ્યાત્મદષ્ટિએ નિશ્ચય અને વ્યવહાર નય આમ બે નય છે. નિશ્ચયનય શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારના કહ્યા છે. દિગંબર માન્યતા બરાબર નથી તેથી એમ કહ્યું છે. શુદ્ધ નિવાર્થ માટે શ્વેતાંબર ગ્રંથ ભણો તે ગ્રંથો “શ્રી વિશેષાવશ્યા ભાષ્ય', “સમ્મતિ તર્ક પ્રકરણ', અનુયોગ દ્વારા “સ્યાદવાદ રત્નાકર' વગેરે જુદા જુદા નયોની પરીક્ષા કરીને નિશ્ચય કરવાથી સ્વસમય અને પરસમયનું. જૈનસિદ્ધાંતોનું અને ન્યાય વગેરે અન્ય દર્શનના સિદ્ધાંતોનું અંતર જોવા મળે છે. અને હર્ષ ઉત્પન્ન થાય છે. કારણ કે જૈનદર્શન અને તેના ગ્રંથો સ્યાદ્વાદ અને અનેકાંતવાદ એનું મૂલ્ય પારસમણિથી પણ અધિક અનુભવાય છે. આમ નયભેદમાં મતાંતરની ચર્ચા દ્વારા જૈનદર્શનની શ્રેષ્ઠતા બનાવી છે. ઢાળ નવમી
‘ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય’ આમ ત્રિપદી સમજાવી છે. સર્વદ્રવ્યો પ્રતિ સમયે પૂર્વપર્યાયની અપેક્ષાએ વ્યયાત્મક ઉત્તરપર્યાયની અપેક્ષાએ ઉત્પાદાત્મક અને દ્રવ્ય સ્વરૂપે ધૃવાત્મક આમ ત્રિપદી સ્વરૂપ છે. બૌદ્ધ તથા નૈયાયિકની એકાંત અનિત્યતા તથા સર્વ શૂન્યવાદ વગેરેનું ખંડન કર્યું છે.
કોઈ પણ એક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણયુક્ત છે. શ્રી જિનેશ્વરના ત્રિપદીના આ ઉપદેશની ખૂબી ઘણી જ અનેરી છે. આ ત્રણ લક્ષણો એ જ વસ્તુનું સાચું સ્વરૂપ છે. એના યોગ્ય જે વસ્તુમાં સત્પણું આવે છે. તે વિના ભાવ-પદાર્થ જ ન રહે. અભાવ થાય. આમ અનેક રીતે દરેક વસ્તુને ત્રણ લક્ષણયુક્ત બરાબર સમજે તે વિસ્તારરુચિ જીવ સમ્યક્ત પામે, અને શાસનના પ્રભાવકપણું પામે. આ ત્રિલક્ષણના સ્વરૂપની ભાવના જે સમજશે તે સ્વભાવ દર્શનની રમણતાનો આનંદ માણશે. જે અપૂર્ણ છે, અદ્ભુત છે. અને અંતરંગ સુખ પ્રાપ્ત કરશે.
430 * જૈન રાસ વિમર્શ