________________
પ્રકારે વર્તે છે. પણ પોતપોતાની જાતિને અનુસરીને જ દિગંબર મતની ટીકા કરતા કહે છે કે ગુણ દ્રવ્ય અને પર્યાયથી ભિન નથી. કારણ કે શાસ્ત્રમાં બે જ નય કહેલા છે: દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક (સન્મતિ પ્રકરણ) ગ્રંથકાર આમ ગુણજન્ય પર્યાયની વાતનું નિરાકરણ કરે છે. અંતમાં દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ સંજ્ઞા (નામ) સંખ્યા અને લક્ષણથી જાણવો એમ કહે છે. ઢાળ ત્રીજી
ઢાળ ત્રીજીમાં દ્રવ્ય ગુણ પર્યાયનો એકાંતે અર્થાત્ સર્વથા ભેદ છે. એનો નિષેધ કરે છે. અને ભેદભેદનું સ્થાપન કરવામાં આવ્યું છે. પ્રથમ અભેદની સિદ્ધિ કરી છે. એકતા દ્વારા દા.ત, જ્ઞાનાદિ ગુણો અને નરનારકાદિ પર્યાયો જીવની સાથે અભિન છે. અહીં જુદાજુદા દર્શનોના મતની ચર્ચા કરી છે. ન્યાય, સાંખ્ય વગેરે ન્યાય એકાંતે ભેદ માને છે. સાંખ્ય અભેદ કહે છે. જૈનમત ભેદ, અભેદ બંનેને કહે છે. જૈનમત આ બંને મતોને સ્યાદ્વાદથી સાંકળીને વિસ્તારે છે. આ રીતે એકાંત નિત્યવાદ, એકાંત ક્ષણિકવાદના દોષો બતાવી જૈનમતની નિર્દોષતા સાબિત કરે છે. આ રીતે સત્કાર્યવાદ અને અસત કાર્યવાદના દોષો દૂર કરી જૈનમત દીપી ઊઠે છે. એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે. બધા જ નયોને સમાન રીતે ઈચ્છતો એવો જૈનનો સાદ્વાદ, અનેકવાદ સિદ્ધાંત પક્ષપાતી નથી. અંતમાં ગ્રંથકાર કહે છે બધા વાદોની વચમાં હે જિનેશ્વર તારું અધુષ્ય શાસન જ્ય પામે છે. ઢાળ ચોથી
અહીં સરસ વાત કરી છે. એકાંતવાદીનો વિરોધ કરી દ્રવ્યાદિનો પરસ્પર ભેદ અને અભેદ એ બંને ધર્મ કેમ માનો છો? ગ્રંથકાર કહે છે કે પરવાદીની. આવી દલીલો કે ભેદ અને અભેદ એકસાથે રહી શકતા નથી. એ અસ્થાને છે જૈન મત પ્રમાણે તેથી શ્રત ધર્મમાં અર્થાત્ જિનપ્રણીત સ્યાદ્વાદ સિદ્ધાન્તમય પ્રવચનમાં મનને દઢ રીતે શ્રદ્ધામય રાખવું. પ્રવચન પરની આ શ્રદ્ધાને કારણે જ મોક્ષફળ મળે – શંકાસહિત ચારિત્રીઓ પણ સમાધિ ન પામે (આચારાંગ) ગ્રંથકાર હવે પછીની ગાથાઓમાં પરવાદીઓની શંકાનું નિરાકરણ કરેલ છે. દલીલો દ્વારા “સ્વદ્રવ્યક્ષેત્રકાલ ભાવા પક્ષોઈ ઘટ છઈ જ અર્થાત્ સ્વ દ્રવ્ય ગુણ-પર્યાયની અપેક્ષાએ સ્વરૂપે વસ્તુનું અસ્તિત્વ છે. 428* જૈન રાસ વિમર્શ