________________
ગુજરાતી તમામ સાહિત્ય ગુર્જર સાહિત્ય સંગ્રહ “જિનશાસન રક્ષા સમિતિ મુંબઈથી છપાયેલ છે.
સંસ્કૃત પ્રાકૃતમાં મૌલિક ગ્રંથો, ટીકાગ્રંથો અને અનુપલભ્ય ગ્રંથો કુલ ૮૧ તથા ગુજરાતી ભાષામાં કાવ્યમય ગ્રંથો, સ્તવનો અને સઝાયો વગેરે મળીને ૬૨ આમ કુલ ૧૪૩ ગ્રંથો છે.
ધન્ય છે આ મહાપુરુષને જેનું જીવન ઘણું જ પવિત્ર વૈરાગ્યવંત સાહિત્યોપાસક અને અત્યંત શાસનસમર્પિત હતું. ' ગ્રંથની ઢાળો તથા તેમાં આલેખાયેલ વિષયોની રૂપરેખા ઢાળ પ્રથમના વિષયો છે –
મંગલાચરણ, ચાર પ્રકાર અનુયોગના, દ્રવ્યાનુયોગની મહત્તા, ક્રિયા અને જ્ઞાન, ઇચ્છાયોગ અને પ્રયોજન.
' ગ્રંથની શરૂઆતમાં ગ્રન્થકાર શ્રી યશોવિજયજીએ જીતવિજયજી વિદ્યાગુરુ અને નિયવિજયજી દીક્ષાગુરુ - એ બંનેને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું છે જેનાથી ગ્રન્થરચનામાં આવનારાં વિબો દૂર થાય છે અને ગ્રંથ પૂર્ણતા સુધી પહોંચે છે. પ્રસ્તુત ગ્રંથનો દ્રવ્યાનુયોગ એ વિષય છે. એ વાત ખુદ ગ્રન્થકારે જ સ્પષ્ટ રીતે જણાવી છે. કરું દ્રવ્ય અનુયોગવિચાર અનુયોગ એટલે સૂત્રના અર્થનું વિસ્તારથી વિવરણ : અનુયોગના ચાર પ્રકાર છે: (૧) ચરણકરણનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ધર્મકથાનુયોગ (જી દ્રવ્યાનુયોગ જેમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો વિચાર કરવામાં આવે તે દ્રવ્યાનુયોગ કહેવાય છે – આત્માનું વિશિષ્ટ કલ્યાણ સાધવાનું સમર્થ સાધન દ્રવ્યાનુયોગની વિચારણા છે. આત્માર્થી જીવો પર ઉપકાર-અનુગ્રહ કરવાના , પ્રયોજનથી ગ્રંથકારે આ ગ્રંથની રચના કરી છે અને હવે પછીની ગાથાઓમાં પોતે દ્રવ્યાનુયોગનો વિચાર કરી રહ્યા છે માટે એનો મહિમા જણાવે છે. દ્રવ્યાનુયોગના વિચાર વિના ચરણકરણાનુયોગનું સારભૂત ફળ મળતું નથી એનું સન્મતિતર્ક પ્રકરણમાં કહ્યું છે તે તર્કસંગત છે. ક્રિયામાર્ગ જરૂરી છે પણ જ્ઞાનની ખૂબ જ મહત્તા છે. મોહનીયના ક્ષયોપશમ વગર જ્ઞાન શક્ય નથી. અહીં ઉલ્લેખનીય છે કે જ્ઞાનમાર્ગ કઠિન છે. આહારદિની શુદ્ધિ એ નાનોયોગ છે અને દ્રવ્યાનુયોગ સાધવો મોટો યોગ છે કારણ કે છેવટે શુદ્ધ આહાર આદિથી પણ જ્ઞાનમાર્ગમાં જ રમમાણ બનવાનું છે. ટૂંકમાં દ્રવ્યાનુયોગ એ અંતરક્રિયારૂપ છે. બાહ્ય આચરણમાં થોડા શિથિલ એવા મુનિ જ્ઞાનમાર્ગમાં
426 જૈન રાસ વિમર્શ