________________
દ્રવ્યાનુયોગ તર્કણા.
=
જીવન અને કવન – શ્રી યશોવિજ્યજી મ. શ્રીનો જન્મ ઉત્તર ગુજરાત મહેસાણા પાસેના કનોડા ગામમાં થયેલો. એમનું મૂળ નામ જશવંતસિંહ હતું. તેમની માતાને દરોજ ભક્તામર સ્તોત્ર સાંભળીને જ પચ્ચખાણ પાળવાનો નિયમ હતો ત્યારે તેમણે તેમને ચોમાસામાં ગુરુનો યોગ થઈ શકે એમ નહોતો ત્યારે ભક્તામર સ્તોત્ર સંભળાવ્યું આટલી નાની ઉંમરમાં – પછી તો તેમણે વૈરાગ્ય ભાવનાથી દીક્ષા લીધી અને શ્રી જશવંતસિંહ બન્યા શ્રી યશોવિજ્યજી. તેમણે અવધાનપ્રયોગ પણ કર્યો હતો. તેમના ગુરુવર્યે શ્રી યશોવિજયજીને ગંગાતટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હૈં એવો સરસ્વતીમંત્ર આપ્યો જેની તેમણે ગંગાતટે બેસીને સ્થિરાસને સાધના કરી અંતે સરસ્વતી દેવી સાક્ષાત પ્રસન્ન થયાં અને તેમને તર્કવાદમાં અને કવિત્વશક્તિમાં નિપુણતાનું વરદાન આપ્યું. આ હકીકત તેઓશ્રીએ જંબુસ્વામી રાસ'માં લખી છે, તેમને પછી ન્યાયાચાર્ય’ અને ન્યાયવિશારદતાનાં પદ પ્રાપ્ત થયાં. શ્રુતજ્ઞાનના ઉપાસક તેઓ સજ્ઝાયમાં કહે છે કે ઃ
ખાંડ ગળી સાકર ગળી વળી. અમૃત ગળ્યું કહેવાય, માહરેમો મન ધ્રુવ આગળે તે કોઈ ન આવે હોય.
સાહિત્ય પરિચય : શ્રી યશોવિજ્યજીએ સાહિત્ય સર્જન ચાર ભાષામાં કર્યું છે (૧) સંસ્કૃત (૨) પ્રાકૃત (૩) ગુજરાતી (૪) રાજસ્થાની વિષયની દૃષ્ટિએ જોઈએ તો કાવ્ય, કથા, ચરિત્ર, આચાર, તત્ત્વજ્ઞાન ન્યાય, દર્શનશાસ્ત્ર યોગ, અધ્યાત્મ, વૈરાગ્ય વગેરે અનેક વિષયોપ૨ ગ્રંથો તેમણે લખ્યા છે. તેમના ગ્રંથો ગહન અને ગંભીર છે તો સરળ અને લોકભોગ્ય પણ લખ્યું છે. અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સંસ્કૃતમાં છે, તેમ પ્રાચીન આચાર્યોના મહત્ત્વપૂર્ણ સંસ્કૃત પ્રાકૃતભાષાના ગ્રંથો પર વિવેચનો અને ટીકાઓ પણ લખી છે. તેઓ જૈન શાસ્ત્રોના પારંગત તો હતા જ પરંતુ અન્ય ધર્મો અને દર્શનોના પણ ઊંડા અભ્યાસી હોવાથી એમના સાહિત્યમાં એમની એ વ્યાપક વિદ્વત્તા અને સમન્વયાત્મક ઉદાર દૃષ્ટિનાં સુભગ દર્શન થાય છે. એમની યોગને આઠ દૃષ્ટિની સજ્ઝાયો મનન કરવા યોગ્ય છે. યોગ અને અધ્યાત્મને લગતા એમના શ્રેષ્ઠ ગ્રંથો જ્ઞાનસાર’, ‘અધ્યાત્મસાર’ પાતંજલયોગસૂત્રવૃત્તિ’ વગેરે છે એમના પ્રગટ અપ્રગટ ગ્રંથોની યાદી તો ઘણી મોટી છે.
તેમણે રચેલા ગ્રંથો, ટીકાઓ, સ્તવનો, સઝાયો, દુહાઓ વગેરે દ્રવ્યગુણપર્યાયનો રસ : એક પરિચય * 425
-