________________
અને સત્ દ્રવ્ય લક્ષણમ્ એમાં ઉત્પત્તિ અને વિનાશ પર્યાયને અપેક્ષીને છે ને ધ્રૌવ્ય મૂળ દ્રવ્યને અપેક્ષીને. આમ સત્ વસ્તુના દ્રવ્ય-પર્યાયરૂપ બે જ અંશ બતાવ્યા-ગુણના અસ્તિત્વની નોંધ લીધી નથી. અલબત તત્ત્વાર્થસૂત્ર (પ-૩૮)માં કહ્યું છે. ગુણપર્યાયવત્ દ્રવ્યમ્ અન્યત્ર ગુણસમુદાયો દ્રવ્ય (પંચાધ્યાયી ગા.૯૭) તત્ત્વાર્થમાં એમ પણ કહ્યું છે. દ્રવ્યના આશ્રયે ગુણ છે. ગુણના આશ્રયે ગુણ નથી. દ્રવ્ય બધા ગુણોનો આધાર છે (તત્વાર્થ પ-૪૧) સિદ્ધસેન અને યશોવિજયજી વાસ્તવમાં તો દ્રવ્ય અને તેના પર્યાય એમ બે જ અંશને સ્વીકારે છે. ગુણો પણ પર્યાયરૂપ જ છે એ મુદો સ્પષ્ટ કર્યો છે. અનેકાંતવાદની ખૂબી દર્શાવીને, પર્યાયમાંથી જે સહભાવી છે તે ગુણ તરીકેની વિશેષ ઓળખને પામે છે. એ નિર્દેશ છે. વ્રત જીવ, જીવદ્રવ્યાત્મક છે, મનુષ્યાદિ પર્યાયાત્મક છે અને જ્ઞાનાદિ ગુણાત્મક છે.
કુલ્લે ૧૭ ઢાળમાં રચાયેલ આ રાસ દ્રવ્યાનુયોગની મહત્તા અને વિશિષ્ટતા સમજવા દ્રવ્યનું સ્વરૂપ, ક્રિયા, જ્ઞાન, વ્યવહાર નિશ્ચય શ્વેતાંબરદિગંબર પરંપરા પ્રમાણે વિવિધ વિષયો જેવા કે નયચક્ર, સપ્તભંગી, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયે વગેરેની ચર્ચા દ્વારા શુક્લધ્યાનમાં પણ દ્રવ્યગુણપર્યાયનો આધાર જરૂરી છે. એમ બતાવી દ્રવ્યાનુયોગનું મહત્ત્વ દર્શાવ્યું છે. “સન્મત્તિ તર્કમાં શ્રી સિદ્ધસેન તો ત્યાં સુધી કહે છે કે ચરણ કરણમાં ઘણા આગળ વધેલા હોય પણ જેઓ સ્વસમય અને પરસમય જાણતા નથી તેઓ શુદ્ધ ચારિત્ર જાણતા નથી. રચચિતા વિષે
આ ગ્રન્થના રચયિતા સમર્થ વિદ્વાન પ્રતિભાસંપન્ન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ છે અલ્પવયમાં પણ સ્મરણશક્તિનું અપૂર્વ સામર્થ્ય ધરાવતા લઘુવયમાં સંયમને માર્ગે સંચરતા અધ્યયન અંગે અદ્ભુત તપસ્યા સાધતા, સરસ્વતીની પ્રસન્નતાને વરેલા એ જ્ઞાની પુરુષ સત્તરમાં સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા. તેમનું સાહિત્ય. તેમના સર્વતોમુખી પાંડિત્યનો પરિચય કરાવે છે. તેમણે રચેલા વિશાળ અને બહુમૂલ્ય ગ્રંથો દુર્બોધ છે તેમના એકએક ગ્રંથની મહત્તા છે. તેમાં પણ આ ગ્રન્થની મહત્તા કોઈ જુદા જ પ્રકારની છે. આ ગ્રંથનું એક વિશિષ્ટ ગૌરવ તો એ છે કે ગુજરાતી ભાષામાંથી સંસ્કૃતમાં ગયેલા ગ્રંથનું દષ્ટાંત પૂરું પાડવાનું સૌભાગ્ય આ એક જ ગ્રંથને વર્યું છે. આ ગ્રંથને આધારે રચાયેલા સંસ્કૃત ગ્રંથનું નામ છે 424 * જૈન રાસ વિમર્શ