________________
(૩) મૂર્ત સ્વભાવ છે અમૂર્ત સ્વભાવ (૫) એક પ્રદેશ સ્વભાવ (૬) અનેક પ્રદેશ સ્વભાવ (૭) વિભાવ સ્વભાવ (૮) શુદ્ધ સ્વભાવ (૯) અશુભ સ્વભાવ (૧૦) ઉપચારિત સ્વભાવ – આ દસે સ્વભાવનું સ્વરૂપ સમજાવ્યું છે. દા.ત., જીવ ચેતન સ્વભાવ તેમાં રહેલા અચેતન સ્વભાવને ધ્યાનાદિથી દૂર કરવાના છે. ઢાળ તેરમી
૧૧ સામાન્ય અને ૧૦ વિશેષ સ્વભાવો આમ કુલ ૨૧ સ્વભાવો પર નવો ધરાવવામાં આવ્યા છે. અર્થાત્ એક એક સ્વભાવ કયા કયા નયોથી સંભવે તે નયોનું વિવરણ કર્યું છે.
સ્વભાવોનું જે વર્ણન કર્યું છે. આગલી ઢાળમાં તેમાં પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ સ્વભાવો રહે છે તે કઈ રીતે એ વિચારણા વ્યવસ્થિતપણે કરવી આવશ્યક છે. નયભેદે એ વિચારણા કરવાથી સરળતાથી તે તે પદાર્થોમાં બતાવેલા સ્વભાવો સ્થિર થાય છે.
ઉદાહરણ તરીકે દરેક દ્રવ્યમાં અહિત સ્વભાવ છે અને નાસ્તિ સ્વભાવ છે. બે વિરુદ્ધ કઈ રીતે રહી શકે ? ઘડો ઘડા સ્વરૂપે છે. પણ વસ્ત્ર સ્વરૂપે નથી. એટલે સ્વરૂપેરૂપે અસ્તિત્વ અને પરસ્વરૂપે નાસ્તિત્વ પદાર્થ માત્રમાં રહે છે એવી જ રીતે ભેદ સ્વભાવ અને અભેદ સ્વભાવ, ચેતન સ્વભાવ અને અચેતન સ્વભાવ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આ હકીકત કહી છે. આ પ્રમાણે સ્વભાવની વિચારણા નયયોજનાપૂર્વક કરવી. ઢાળ ચૌદમી
પર્યાયના ભેદો લક્ષણો દગંતો દ્વારા સમજાવ્યા છે. મુખ્ય બે ભેદ છે. (૧) વ્યંજન પર્યાય (૨) અર્થ પર્યાય. દીર્ઘકાલવર્તી પર્યાય કે જે શબ્દો દ્વારા બોલી શકાય જેમ કે જીવનો મનુષ્ય પર્યાય, તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને ક્ષણક્ષણના એક એક સમયવર્તી પર્યાય કે જે શબ્દોથી બોલી ન શકાય પણ પદાર્થમાં) અર્થમાં એમ બે બે ભેદ ગણી ૮ ભેદો પર્યાયના થાય છે. છ એ દ્રવ્યો ત્રિપદીયુક્ત હોવાથી પરિણામી નિત્ય છે. પણ કૂટસ્થ નિત્ય કે ક્ષણિક માત્ર નથી જે પર્યાય પદાર્થમાં વર્તમાનકાળ પૂરતો ક્ષણમાત્ર રહે છે. તે અર્થપર્યાય છે. જેમ ઘટ પદાર્થમાં ક્ષણેક્ષણે જે પરિવર્તનો થાય છે તે સર્વ તેના ક્ષણ પૂરતા અર્ધપર્યાયો છે.
432 * જૈન રાસ વિમર્શ