________________
ઢાળ સત્તરમી
વિદ્વાન ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાના યશસ્વી ગુરુ પાટપરંપરાનું વર્ણન કર્યું છે. અકબરબાદશાહના પ્રતિબોધક ૧૬મા સૈકામાં થયેલા પૂજ્ય જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યવર્ગમાં આચાર્યોના નામ જણાવીને પછી પૂજ્ય શ્રી કલ્યાણવિજયજી મ. સા. થી ઉપાધ્યાયના નામો જણાવીને તેમાં થયેલાં પૂજ્ય શ્રી જિતવિજયજી મ. શ્રી. ના લઘુ ગુરુબંધુ શ્રી નવિજયજી મ. શ્રીના વિનીતશિષ્ય શ્રી યશોવિજયવાચકની આ ગ્રંથરચના છે. આમ કહીને જ ગુરુકૃપાથી કાશીમાં ન્યાયશાસ્ત્રાદિ ભણવાની તથા દુર્બોધ એવા ન્યાયચિંતામણિ ગ્રંથના અભ્યાસની પ્રાપ્તિ થઈ તે ગુરુપરંપરાનો ઉપકાર માની ગ્રંથની સમાપ્તિ
કરી છે.
નિષ્કર્ષ સારાંશ
આ ગુજરાતી ભાષામાં રચાયેલી પદ્યબદ્ધ અનોખી કૃતિ કહી શકાય. ભાવોને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારે પોતે જ સ્વોપજ્ઞ-ગુજરાતી ટબો રચ્યો છે. તોપણ આ કૃતિને સમ્યક રીતે સમજવી કઠિન છે. તેથી સામાન્યજન માટે દુર્ગમ અને દુર્બોધ છે. આ નિબંધ દ્વારા તેને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
દ્રવ્યાનુયોગની મહત્તા છે. દ્રવ્યાનુયોગના મુખ્યગ્રંથો છે-સૂયગણગસૂત્ર, સન્માનિતર્ક, તત્ત્વાર્થ મુખ્યવિષય છે – આ જગતના દશ્ય અદશ્ય છે. દ્રવ્યો અનંતા ગુણો છે. દાર્શનિક જગતમાં પર્યાય શબ્દ આગવો છે. તેની વિચારણા સરવી છતાં ગહન છે. ગુણવગર દ્રવ્ય નથી. અને પર્યાયનો બંને સાથે સંબંધ છે. પર્યાયની વિચારણા વિશ્વદર્શન માટે જરૂરી છે. સમયે સમયે પરાવર્તન પામતા વિશ્વનું મૂળભૂત કારણ પર્યાય છે. કેવળજ્ઞાન એ સર્વ પર્યાયોનું જ્ઞાન છે. દરેક દર્શનમાં દ્રવ્ય અને ગુણની વિચારણા જુદીજુદી રીતે કરવામાં આવી છે. પણ આ ગ્રંથ કઈ વિશિષ્ટ છે. વિષય કઠિન છે અને તેમાં ત્રણસો વર્ષ પૂર્વેની ગુજરાતી ભાષા તેને કઠિનતમ બનાવે છે. છતાં પણ આ ગ્રંથનો અભ્યાસી વર્ગ છે. તેથી તેનું પ્રકાશન થતું રહ્યું છે. કોઈ કોઈ ગાથા હજુ પણ અણઉકેલી રહી છે. જે કંઈ પણ વિવરણ કર્યું છે, તે અભ્યાસીને તૃપ્ત કરશે અને વિશેષ ખેડાણ દ્વારા ખોલવા ઉત્તેજના આપશે. કર્મના ક્ષયોપશમમાં
434 * જૈન રાસ વિમર્શ